Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસમાં મોદી VS રાહુલનો જંગ

સોનીયા ગાંધીની હરીયાણાના મહેન્દ્રગઢની રેલી રદ થતા

નવી દિલ્હી, તા.૧૮: મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો છે. ત્યારે પીએમ મોદી આજે હરિયાણામાં ત્રણ જનસભાને સંબોધશે. પીએમ મોદી મોહાના અને હિસારમાં રેલી કરવાના છે. ભાજપ અને કોંગ્રેસ અંતિમ તબક્કામાં જાટ સમુદાયને આકર્ષવાની તૈયારી કરી રહ્યા છે. હિસાર અને મોહાનાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા માટે ભાજપે તૈયારી શરૂ કરી છે. પીએમ મોદી બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પણ મહેન્દ્રગઢમાં જનસભા સંબોધવાના હતા. સોનિયા ગાંધીની હરિયાણામાં આ પહેલી રેલી હતી. જેથી કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી   લેવાયેલ. પણ હરીયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સોનીયા ગાંધી રેલીને સંબોધન ન કરવાની જાહેરાત કરી હતી. તેમને બદલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હવે તે રેલીને સંબોધન કરશે. હરીયાણા કોંગ્રેસે આ અંગે ટવીટ પણ કરેલ જે પાછળથી ડીલીટ કરવામાં આવેલ. સોનીયા ગાંધીએ ૧૨ જુનના રોજ અંતિમ રેલી રાયબરેલી ખાતે સંબોધેલ. જો કે સોનીયા ગાંધીના ન આવવાનુું કારણ બહાર આવ્યું નથી.

(3:57 pm IST)