Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કોંગ્રેસના ધારાસભ્ય અદિતિસિંહે સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરતા ખળભળાટ

કોંગ્રેસ અદિતિસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરશે.:નોટિસ ફટકારી જવાબ માગશે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિસિંહે સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરતા વિવાદ થયો છે. આ મુલાકાત બાદ યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજયકુમાર લલ્લૂએ જણાવ્યુ કે, કોંગ્રેસ અદિતિસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પાર્ટી અદિતિસિંહને નોટિસ ફટકારી જવાબ માગશે. 

    અત્રે ઉલેલ્ખનીય છે કે આ પહેલા અદિતિસિંહ યુપી વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન હાજર રહ્યા હતા. જોકે, વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી વિવાદ પણ થયો હતો. કોંગ્રેસે અદિતિસિંહની હાજરી બાદ નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો. ત્યારે ફરીવાર અદિતિસિંહના નામે નવો વિવાદ થયો છે.  

(1:36 pm IST)