Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હેલીકોપ્ટર સેવાથી કેદારનાથ યાત્રા સુગમ બની : એક લાખથી વધુ ભાવિકોએ લાભ લીધો

કુલ ૧,૦૬,૧૫૬ શ્રધ્ધાળુઓ હેલીકોપ્ટર દ્વારા પહોંચ્યા, ૯૦૫૨૫ લોકો પરત ફર્યા : હજુ યાત્રાને ૧૩ દિ' બાકી

નવી દિલ્હીઃ કેદારનાથ યાત્રામાં  હેલીકોપ્ટરથી જતા શ્રધ્ધાળુઓની સંખ્યામાં દરરોજ વૃધ્ધી થઇ રહી છે. અત્યાર સુધી  ૧,૦૬,૧૫૬ ભાવિકોએ   હેલીકોપ્ટરથી પહોંચીને બાબા કેદારનાથના દર્શન કર્યા છે. કેદારનાથ માટે ગુપ્તકાશી, ફાટા અને સેરસીથી અલગ-અલગ હેલીપેડથી ૯ હેલીકોપ્ટર કંપનીઓ કેદારનાથ માટે સેવા આપી રહી છે. દિવસભરમાં ૨૬૦ થી ૩૦૦ જેટલી  હેલીકોપ્ટર ઉડાનો દ્વારા ૧૫૦૦થી વધુ શ્રધ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી રહયા છે.

 અત્યાર સુધીમાં કુલ ૧૮૮૫૩  હેલીકોપ્ટરના શટલ થઇ ચુકયા છે. જેના દ્વારા ૧,૦૬,૧૫૬ ભાવિકો કેદારનાથ જઇ બાબાના દર્શન કરી ૯૦,૫૨૫ પાછા પણ  હેલીકોપ્ટર દ્વારા  જ પહોંચ્યા છે. યાત્રા પૂર્ણ થવામાં હજુ ૧૩ દિવસની વાર છે. એવામાં  હેલીકોપ્ટરથી કેદારનાથ પહોંચનાર ભાવિકોની સંખ્યા  ૧.૨૫ લાખ પહોંચવાનું અનુમાન છે. નોડલ અધિકારી પંવાર મુજબ હવામાન  ચોખ્ખુ થતા સવારે ૬ થી સાંજે ૫ સુધી  હેલીકોપ્ટરો સતત ઉડતા રહે છે. ભાવિકો પણ બુકીંગ કાઉન્ટરે મોટી સંખ્યામાં પહોંચે છે.

(1:33 pm IST)