Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

એર ઈન્ડિયા કર્મીઓ ઉપર છટણીની લટકતી તલવારઃ આવતા વર્ષે નોકરી ગુમાવી શકે છે

વિનિવેશ બાદ નવા માલીકો ઉપર મેડીકલ કોસ્ટીંગ ઘટાડવા સ્ટાફને સીજીએચએસના દાયરામાં ન લવાય તેવી ધારણા

નવીદિલ્હીઃ એર ઈન્ડિયાના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. તેમની નોકરીની કોઈ ગેરંટી નથી. એર ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓને જણાવેલ કે વિનિવેશના એક વર્ષ બાદ તેમની નોકરીઓ જઈ શકે છે. કર્મચારીઓની નોકરી એક વર્ષ સુરક્ષીત છે. વિનિવેશ બાદ છટણીના અધિકાર બદલી શકે છે. ડીલ બાદ સ્ટાફની નોકરીની ગેરંટી નથી.

સ્ટાફને વીઆરએસ સ્કીમ દ્વારા કાઢવામાં આવી શકે છે. નવા વહીવટકર્તાઓ ઉપર મેડીકલ કોસ્ટનું ભારણ ન પડે એ માટે સ્ટાફને સીજીએચએસના દાયરામાં ન લાવવાની આશા છે. તે માટે એક અલગ ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમીયમ સરકાર ભરી શકે છે. પાયલોટોને એરીયલ ચુકવવા ઉપર પણ સંકટ છે.

સરકાર એર ઈન્ડિયાને વેચવાના રસ્તાની મોટી રૂકાવટ દુર કરવા જઈ રહી છે. કંપનીને વેચતા પહેલા ૫૮ હજાર કરોડનું દેણું ઘટાડી અડધુ કરાશે. આ અંગે સરકારે બોન્ડ દ્વારા ૭૯૮૫ કરોડ રૂપીયા ભેગા કર્યા છે. આ રકમનો ઉપયોગ કંપનીની લોન ચુકવવા માટે થશે. જે માટે એર ઈન્ડિયા અસેટ હોલ્ડીંગ્સના ખાતામાં લોકલ બોન્ડસના ૭ હજાર કરોડ ટ્રાન્સફર કરાશે.

(1:32 pm IST)