Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

શું બધા વચલા રસ્તા હિન્દુસ્તાને જ કાઢવાના છે?

ખ્રીસ્તી-મુસ્લીમ ધર્મસ્થાનોમાં પણ વચલા રસ્તા કાઢોઃ અમને ત્યાં પણ મૂર્તી મૂકવા જગ્યા આપોઃ બાબા રામદેવની ધણેણાટી

નવી દિલ્હી તાજેતરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રામ મંદિર બાબતે વચલો રસ્તો કાઢવા અંગેના એક સવાલ પર પતંજલિ યોગપીઠના બાબા રામદેવે કહ્યુ કે મક્કા મદીનામા નો રસ્તો કાઢવો જોઈએ અને ત્યાં અમને એક ખૂણો આપવામાં આવે જેથી અમે ત્યાં રામ કૃષ્ણ અને શંકરને મૂર્તિઓ સ્થાપિત કરી શકીએ તેમણે કહ્યું કે અમને વેટીકન સીટીમાં પણ એક ખૂણો અપાય છે જેથી અમે ત્યાં હનુમાનજીની મૂર્તિ મૂકી શકીએ

'આજતક 'સાથેની ખાસ વાતચીતમાં યોગગુરુ રામદેવે કહ્યું કે અયોધ્યામાં બધા વચલો રસ્તો કાઢવાની છે પણ મક્કા મદીના અને વેટીકન સીટીમાં વચલો રસ્તો કાઢવા કોઈ તૈયાર નથી તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ કોઈ વચલો રસ્તો કાઢવાની વાત નથી કરતી રામદેવ એ જ સવાલ પૂછતા કહ્યું હતું કે શું બધા વચલા રસ્તા હિન્દુસ્તાનમાં કાઢવાના છે ?

આ દરમ્યાન અન્ય એક સવાલના જવાબમાં યોગગુરુ રામદેવ રામદેવ કહ્યું કે અયોધ્યામાં રામમંદિર અમે મક્કા મદીના કે હનુમાન રામ મંદિર બનાવવાની પણ માંગણી નથી કરતા આખી દુનિયાને ખબર છે કે અયોધ્યામાં રામ જન્મ્યા હતા. રામ અમારા પૂર્વજો જ છે પછી ભલે કોઈ તેને માનવ ગણી પોતે ભગવાન બંધ દુનિયામાં બધા પોતાના પૂર્વજોને સન્માન આપે છે રામ મંદિર બનવાથી પૂર્વજોને સન્માન મળશે .

બાબા રામદેવે પ્રશ્ન પૂૂછ્યો હતો કે અમે બહુમતી છીએ તો શું અમને ન્યાય નહીં મળે ધાર્મિક આધાર પર કોઈ નિર્ણય કરવો ખોટી બાબત છે તેમણે કહ્યું કે સત્યના આધારે નિર્ણય થવો જોઈએ રામ આ બધા ધર્મો થી પહેલા હતા અને રામને પણ ન્યાય મળવો જોઇએ જ્યારે રામદેવને કહેવાયું કે મક્કા મદીનામાં મંદિર તોડીને મસ્જિદ નથી બનાવાઇ, ે જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદ નું માળખું પાડી લખાયું હતું તો તેના જવાબમાં તેમણે કહ્યું કે ભારતમાં હજારો મંદિરોની તોડી પાડયા હતા અને તેની જગ્યાએ મસ્જિદ બનાવી હતી તો તેનો પણ હિસાબ થવો જોઈએ

રામદેવે કહ્યું કે જો બધાનો હિસાબ ન થઈ શકે તો થોડાક નહોતો થવો જ જોઈએ તેમણે કહ્યું કે કાશી વિશ્વનાથ માં મસ્જિદનું શું કામ છે આ જ રીતે મથુરા કૃષ્ણ જન્મભૂમિ પાસે મસ્જિદ બનાવવા નો શું અર્થ શું આ મરજીથી સ્પષ્ટ થાય છે કે મોગલ બાદશાહ હોય ધાર્મિક આધાર પર ક્રૂરતા આચરી હતી

તેમણે કહ્યું હતું કે જેથી લોકોને ધાર્મિક આધાર પર ચડાવવા માંગે છે તે બદલા અને નફરતનું રાજકારણ કરે છે અને કોંગ્રેસની વાત કરીએ તો તે તો રામને કાલ્પનિક જણાવે છે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની ડિસ્કવરી ઓફ ઇન્ડિયા માં રામાયણ અને મહાભારતનો ગ્રંથ અને રામકૃષ્ણ અને કાલ્પનિક પાત્ર રહેશે જે અત્યંત આપત્તિજનક છે કોંગ્રેસ પોતાના પૂર્વજોને જ ભૂલી ગઈ છે જેના કારણે તેની આ દશા થઈ છે.

(1:31 pm IST)