Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સોનીયાજીનો હરીયાણાનો પ્રવાસ રદ : રાહુલ ગાંધીએ દોર સંભાળ્યો

નવી દિલ્હી તા. ૧૮ : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આજે હરીયાણાના મહેન્દ્રગઢ ખાતેની રેલીને સંબોધન કરવાના હતા. પરંતુ અચાનક તેમની તબીયત બગડતા તેમનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

તેમના સ્થાને રાહુલ ગાંધીએ જવાબદારી સંભાળી રેલી સંબોધી હતી.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણીમાં હાર મળ્યા બાદ રાહુલજીએ અધ્યક્ષ પદ છોડી દીધુ હતુ અને સોનિયાજીએ બાજી સંભાળી હતી. અધ્યક્ષ બન્યા પછી તેમની આ પહેલી રેલી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તબીયત બગડતા ફરી રાહુલ ગાંધીએ જ હરીયાણાનો પ્રવાસ ખેડવો પડયો છે.

હરીયાણા કોંગ્રેસે ટવીટર પર લખ્યુ હતુ કે રાહુલ ગાંધી હરીયાણાના મહેન્દ્રગઢની રેલીને સંબોધન કરશે.

પૂર્વ સીપીએસ રાવદાનસિંહ મહેન્દ્રગઢ વિધાનસભા ક્ષેત્રના ચુંટણી મેદાનમાં છે. પણ હજી સુધી રાવ દાનસિંહના પ્રચારમાં કોઇ સ્ટાર પ્રચારક નહીં આવ્યાની ચર્ચા ચાલી છે. નામાંકનના દિવસે પૂર્વ સી.એમ. ભુપેન્દ્રસિંહ હુડ્ડા આવ્યા હતા. આજીની રેલીને લઇને ભારે ઉત્તેજના છે.

બપોરે ર વાગ્યે રાહુલ ગાંધી રેલીને સંબોધન કરનાર હોવાના અહેવાલો મળે છે.

(1:30 pm IST)