Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમિતાભ બચ્ચનને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, લીવરની સમસ્યા સર્જાયાનું કહેવાય છે : મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષ એકલા હાથે સાદી બહુમતી મેળવી જશે, હરિયાણા પણ જીતી જશે, સર્વેનું તારણ : અમિતભાઈ આજે રાત્રે સુરત આવશે, ૨૦મી સોમનાથ દાદાના દર્શન કરશે : ભાવનગરના ડીડીઓ પણ ડેન્ગ્યુની ઝપટે, વધુ ૪ પોઝીટીવ કેસ : જામનગર હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૪૨ દર્દી સારવારમાં, ૪૬ ને રજા આપી : કચ્છ માંડવીનું વહાણ સલાલા નજીક ડૂબ્યું, ૧૦ ખલાસીઓને ઓમાન નેવીએ બચાવી લીધા : ગુજરાત સરહદે ચીનનું લશ્કર ખડકાશે, પાકિસ્તાને હરામીનાળાની જમીન ચીનને આપી દીધી : પાકિસ્તાન દ્વારા દરિયાઇ સરહદે સબમરીન તૈનાત કરવાની અટકળો વચ્ચે નેવીના વાઇસ એડમિરલ કચ્છની સરક્રીક સરહદે પહોંચ્યા : કચ્છ અંજારના સાત પોલીસ સસ્પેન્ડ : અયોધ્યા પછી કાશી અને મથુરાના મંદિરો મુક્ત કરાવીશું, અખાડા પરિષદની જાહેરાત : ખેડૂતો સાવચેત રહે, ૨૦ થી ૨૩ માવઠું થશે, એ ઉપરાંત આ મહિનાના અંતમાં પણ વાતાવરણ અસ્થિર બનશે : કર્ણાટક કેરળમાં વરસાદ વરસી રહ્યો છે : મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ ફરી વરસાદી માહોલ, માવઠાથી નુકસાનની ભીતિ : આવતીકાલથી ચાર દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડશે : ૨૦૨૪ પહેલા દેશભરમાં NRC લાગુ કરી દેવાશે, અમિતભાઈ ની જાહેરાત

(12:45 pm IST)