Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ટ્રમ્પે 'મિત્ર' ભારતને આપ્યો ઝાટકો: લેખિતમાં WTOને ફરિયાદ : ભારતને વિકાસશીલ દેશોના દરજ્જામાં નહીં રાખવામાં માંગણી

ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ રહ્યાં નથી. તેમ છતાંયે લાભ મેળવે છે

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરીવાર ભારત અને ચીન વિરૂદ્ધ આકરૂ વલણ દાખવ્યું છે. તેમને કહ્યું છે કે, ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ રહ્યાં નથી. તેમ છતાંયે બંને દેશો વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માંથી વિકાસશીલ દરજ્જાને અંતર્ગત લાભ ઉઠાવી રહ્યાં છે. ટ્રમ્પે પત્ર લખીને WTOને ભલામણ કરી છે કે, ભારત અને ચીનને હવે છુટછાટ ના આપવામાં આવે.

 ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, WTO હજી પણ ચીનને વિકાસશીએલ દેશ ગણે છે, જેને લઈને અમે એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, ચીનને આ દરજ્જાથી બહાર કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે, હવે ભારતને પણ વિકાસશીલ દેશોના દરજ્જામાં ના રાખવામાં આવે કારણ કે, બંને જ દેશ અમેરિકાને ટક્કર આપી રહ્યાં છે, ભવિષ્યમાં અમે આ લાભ ના આપી શકીએ.

  અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે યૂએસ અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે. ટ્રમ્પ સરકારે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ વધારી દીધો છે. તો જવાબમાં ચીને પણ અમેરિકી માલ સામાન પર ટેક્ષ વધારી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે.

(11:44 am IST)