Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ખેડૂતોને સમયસર પાક વિમાની રકમ નહિ ચુકવાતા એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપની બ્લેકલિસ્ટ

વર્ષ 2017માં બનાસકાંઠાના પીડિત ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ચૂકવાઈ નહોતી

અમદાવાદ : ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા રાજ્યના કૃષિ વિભાગે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે.

  વર્ષ 2017માં બનાસકાંઠાના પીડિત ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ચૂકવાઈ નહોતી. આ મામલે ભારત સરકારે પણ મધ્યસ્થી કરી વીમા કંપનીને રકમ ચૂકવી દેવા જાણ કરી..પરંતુ કંપની દ્વારા બિનજરૂરી પુરાવાઓ અને દલીલો કરીને રકમ ચૂકવવામાં આનાકાની કરાતી હતી.

  આખરે રાજ્યના કૃષિ વિભાગે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે. બનાસકાંઠાના પુરમાં ખેડૂતોને વિમો ન ચૂકવવા માટે આ પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે.

(11:39 am IST)