Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વિશ્વના 82 કરોડ લોકોને પેટ પૂરતું ખાવા મળતું નથી : સામે પક્ષે 2 અબજ લોકો મેદસ્વીતાથી પીડાય છે : દર વર્ષે 1 અબજ ટન જેટલા અનાજનો બગાડ થાય છે : " વિશ્વ ખાદ્ય દિવસ " નિમિત્તે ગઈકાલ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો અહેવાલ

ન્યુદિલ્હી : ગઈકાલ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રએ ભારત મારફત જારી કરેલા અહેવાલ મુજબ વિશ્વના 82 કરોડ લોકોને પેટ પૂરતું ખાવા મળતું નથી,તેમજ દર વર્ષે 1 અબજ ટન જેટલા અનાજનો બગાડ થાય છે ઉપરાંત વિશ્વમાં મેદસ્વીતાથી પીડાતા પુરુષો ,મહિલાઓ ,તથા બાળકોની  સંખ્યા 2  અબજ  જેટલી થવા જાય છે.

અહેવાલમાં વિશેષમાં દર્શાવ્યા મુજબ સ્વાસ્થ્યને નુકશાન કરતા ખોરાકને કારણે લોકો બીમારીનો ભોગ બની મૃત્યુને ભેટે છે.તેથી પ્રજાજનોને પોષણયુક્ત તેમજ સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળે તે જરૂરી છે

(11:37 am IST)