Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બેંકનો ઘડો લાડવો થાય પણ થાપણદારોને મળશે માત્ર ૧ લાખ ગ્રાહકોને જાણ કરવાનું શરૂ

બેંકોએ પાસબુક પર આ અંગેની માહિતી આપવાનું શરૂ કર્યુઃ કેટલીક બેંકો સિક્કા લગાવી રહી છે : ડીપોઝીટ વીમા કવચ વધીને ૩ લાખ થાય તેવી શકયતા : બેંકમાં ગમે તેટલી થાપણ હોય પણ માત્ર લાખ રૂપિયા જ સિકયોર્ડ છે

મુંબઇ તા. ૧૮ :.. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેન્ક (પીએમસી) માં ડીપોઝીટ ધારકોના કરોડો રૂપિયા ફસાઇ ગયા બાદ હવે મજબુત બેન્કોએ પણ તેમના ખાતા ધારકોને ડીપોઝીટ ઇન્સ્યોરન્સ હેઠળ માત્ર રૂ. એક લાખ સુધીની રકમ જ ઇન્સ્યોર્ડ હોવાની માહિતી આપવાનું શરૂ કર્યુ છે. રિઝર્વ બેન્કે દરેક બેન્કને જુન ર૦૧૭ માં ગ્રાહકોને આની માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, કેટલીક મજબુત બેન્કોએ ખાતા ધારકોની પાસબુક પર આ અંગેની માહિતી પ્રિન્ટ કરીને આપવામાં આવતા અફવાઓનું બજાર ગરમ થઇ ગયું હતું અને શું બેન્કો ગ્રાહકોને માત્ર  લાખ રૂપિયા જ મળશે તેની જાણ કરીને હાથ ખંખેરવાની વૃતિ અપનાવી રહ્યા હોવાની ચર્ચાઓ થઇ રહી હતી.બેન્કિંગ સુત્રોના કહેવા પ્રમાણે બેન્કમાં ડિપોઝીટ જમા કરાવનારા નાગરીકોની વ્યાજ સાથે મુદલ રકમ રૂ. ૧૦,૦૦,૦૦ સુધી જ સિકયોર્ડ હોય છે. આ અંગેનો નિયમ ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) એકટ તરીકે છેક ૧૯૬૧ થી અમલી છે, જેમાં સમયાંતરે વીમા કવચની રકમ વધારવામાં આવી છે, પરંતુ રિઝર્વ બેન્કે જુન ર૦૧૭ માં પરિપત્ર જારી કરીને દરેક બેન્કોને તેઓ દ્વારા ગ્રાહકોને ઇસ્યુ કરવામાં આવતી પાસબુકમાં તેની જાણ કરવા જણાવ્યું હતું. કેટલીક બેન્કોના ગ્રાહો પાસે જુન ર૦૧૭ પહેલાની પાસબુક રહેતાં તેમાં આ વિગતોની જાણ કરવામાં આવી નહીં હોવાથી કેટલીક બેન્કોએ જૂની પાસબુકમાં  સ્ટેમ્પ મારીને આ માહિતી આપવાનું શરૂ કર્યુ છે. આને પગલે ગ્રાહકોમાં ગેરસમજ સાથે ગૂંચવણ ઊભી થઇ છે અને મજબુત બેન્કો સામે પણ શંકાની નજરે જોવા લાગ્યા છે. વોટસએપ પર દેશની ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત અને સૌથી ઓછું એનપીએ ધરાવતી એક ખાનગી બેન્કની પાસબુકમાં આ અંગે પ્રિન્ટીંગનો ખુલાસો કરતો પત્ર ફરી રહ્યો હોવાથી લોકોમાં જાતજાતની ચર્ચાઓએ જોર પકડયું હતું. બેન્કના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના પીઆઇસીજીએસ એકટનું અમલીકરણ છેક ૧૯૬૧ થી થઇ રહયું છે. લોકોમાં આ એકટ અંગે અજાણતા અને માહિતીનો સદંતર અભાવ રહયો છે. રિઝર્વ બેન્કે ડીપોઝીટ ઇન્સ્યોરન્સ અંગે વિસ્તૃત ગાઇડલાઇન જારી કરી છે. આમાં વિવિધ ૧૭  મુદાને સાંકળી લેવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કે ગ્રાહકોને આનાથી વાકેફ કરવાના પ્રયાસ કર્યા છે જેથી ખોટી માહિતી અને અફવાઓથી લોકો સાવધ રહી શકે. મજબુત બેન્કોએ પણ રિઝર્વ બેન્કના આ ધોરણોનું પાલન કર્યુ છે. આથી ખોટું અર્થઘટન કરવું જોઇએ નહીં.

(11:36 am IST)