Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ચેન્નઈ અને તામિલનાડુમાં ચોમાસાના પ્રારંભ સાથે સારો વરસાદ : ચાલુ રહેશે

ચેન્નાઈ : ઉત્તર - પૂર્વના ચોમાસાના પ્રારંભ સાથે દક્ષિણ ભારતના ચેન્નઈ સહિતના તામિલનાડુમાં સારો વરસાદ વરસી રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહે તેવી આગાહી થઈ છે. બંગાળના અખાત કરતા અરબી સમુદ્રમાં અત્યારે દરિયો વધુ સક્રિય છે. આગામી દિવસોમાં ખ્યાલ આવશે કે કયા વિસ્તારોમાં હવાનુ મજબૂત સરકયુલેશન જોવા મળે છે, તેમ એક ખાનગી વેધર એનાલીસ્ટે પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યુ છે. ગઈ મોડી રાત્રે પણ ચેન્નાઈમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે.

ચેન્નાઈ નજીક આવેલા નુગામબક્કમ વિસ્તારમાં ચાર ઈંચ જેવો ભારે વરસાદ પડ્યાનુ અને માત્ર ૧ કલાકમાં ૨ાા ઈંચ જેવો પડ્યાનું જાણવા મળે છે. ચેન્નાઈમાં ૩ાા ઈંચ જેવો વરસાદ પડી ગયાનું પણ એક વેધર ચેનલ નોંધે છે.

(11:36 am IST)