Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

આવતીકાલથી ૪ દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડશે : સ્કાયમેટ

મુંબઈ અને થાણે આસપાસ ગાજવીજ અને વરસાદી માહોલ રહેશે

મુંબઈ : સ્કાયમેટના શ્રી મહેશ પાલાવત ટ્વીટ કરી લખે છે કે દક્ષિણ મહારાષ્ટ્રમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો છે અને આજથી તેનું જોર વધશે અને આવતીકાલે તા.૧૯ થી ૨૨ સુધી મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે. ૨૧મીએ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અત્યારે પ્રવર્તમાન ભારે ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળશે.

દરમિયાન મુંબઈ વેધરના જણાવ્યા પ્રમાણે આજથી મુંબઈ વરસાદ - ગાજવીજની આવન - જાવન શરૂ થઈ જશે અને મુંબઈ તથા થાણે આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરી શકયતા છે.

(11:34 am IST)