Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મહારાષ્ટ્રમાં ભાજપને એકલા હાથે સાદી બહુમતી મળી જશે : હરિયાણા પણ જીતી જશે

નવી દિલ્હી : તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વે મુજબ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષ ૨૮૮ બેઠકોમાંથી એકલા હાથે ૧૪૨ થી ૧૪૭ બેઠકો અને શિવસેના ૮૩ થી ૮૫ બેઠકો જીતી જશે. આ ઉપરાંત હરિયાણામાં પણ ભાજપ આસાનીથી પૂર્ણ બહુમતી મેળવી લેશે તેવા તારણો બહાર આવ્યા છે.દરમિયાન તાજેતરમાં જ ગૃહમંત્રી - ભાજપ અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે સુચક રીતે કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે બહુમત મેળવી શકે છે. આડકતરી રીતે નાયબ મુખ્યમંત્રી પદ વિ. બાબતે શિવસેના જે રીતે બયાનો આપી રહેલ છે તેની પ્રતિક્રિયા હોવાનું મનાય છે.

(11:33 am IST)