Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જે પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનું વ્રત કર્યુ હતું તેણે જ માથું કાપી નાખ્યું

કરવા ચોથ પર ઉપહાર ન આપવા મામલે પતિ અને પત્નિ વચ્ચે વિવાદ થયો

લખનૌ, તા.૧૮: પતિની લાંબી ઉંમર માટે પત્ની કરવા ચોથ કરે છે. આખા દિવસ પાણી કે અનાજનો એક ટુકડો પણ તે મોઢામાં નથી નાંખતી. પણ કરવા ચોથ જેવા મોટા ઉત્સવ પર તે જ પતિએ વિવાદોથી ત્રાસીને પત્નીની કુહાડી મારી હત્યા કરી નાંખી. આ દ્યટના ઉત્ત્।ર પ્રદેશની છે. ઉત્ત્।ર પ્રદેશના હમીરપુરમાં ગુરુવારે આ દ્યટના બની હતી. જે પછી પોલીસે તેની અટકાયત કરી લીધી છે.

કરવા ચોથ પર ઉપહાર ન આપવા મામલે પતિ અને પત્ની વચ્ચે વિવાદ થયો તેમ આસપાસના લોકોથી જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનોએ સાસરી પક્ષ પર દહેજના કારણે હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. હમીરપુર જિલ્લાના ઉમરી ગામની આ દ્યટના છે. જયાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા તુલસીરામ પ્રજાપતિએ તેમની પત્ની ભૂરી ઉર્ફ પ્રેમાદેવીને તેના પિયરથી બુધવારે તેના ઘરે લાવ્યો હતો. કરવા ચોથના પર્વના કારણે પત્નીએ નિર્જળા વ્રત રાખ્યો હતો.

અને સાથે પૂજાની તૈયારી પણ ચાલી રહી હતી. ત્યારે કંઇ વાતે બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને નારાજ પતિએ પત્નીની કુહાડી મારી હત્યા કરી દીધી. જોકે આ દ્યટના જોઇ આરોપીની માં બૂમબૂમ કરતા ગામના લોકો ભેગા થયા હતા. જે પછી આરોપી ગામના ચબુતરે જઇને બેઠો હતો. અને પોલીસે તેને ત્યાંથી પકડી જેલમાં પૂરી દીધો.  આરોપીએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે પત્ની સાથે વાદ વિવાદ થતા તેણે હત્યા કરી હતી. કરવા ચોથ પર ભેટ ન લાવવાની વાત વિવાદનું કારણ બની હતી. ત્યારે પોલીસે પત્નીનું શબ પોસ્ટમોર્ટમમાં મોકલી, આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

(11:31 am IST)