Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કર્ણાટક - કેરળમાં સારો વરસાદ વરસે છે...

અરબી સમુદ્રમાં બે લો પ્રેશર સિસ્ટમ્સની સંભાવના

બેંગ્લુરૂ : વેધરકાસ્ટના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવાયુ છે કે અરબી સમુદ્રમાં મજબૂત એમજેઓના પગલે કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં સારો વરસાદ પડી રહ્યો છે.

વધુમાં વેધરકાસ્ટ નોંધે છે કે આગામી થોડા દિવસો સુધી અરબી સમુદ્રમાં કરંટ એકટીવ રહેશે અને ઓછામાં ઓછી બે લો પ્રેશર સિસ્ટમ્સ સર્જાઈ રહી છે. તેની તીવ્રતા અને શું આકાર લ્યે છે તેના તરફ હવામાન શાસ્ત્રીઓ નજર રાખી રહ્યા છે.

આજે સવારે ૬ાા વાગ્યે લેવાયેલ ઉપરોકત ઈન્સેટ તસ્વીરમાં દક્ષિણ ભારત ઉપર વાદળાઓની જમાવટ થતી સ્પષ્ટ જોવા મળી રહી છે.

(11:18 am IST)