Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

HDFC બેંકે પાસબુક પર લખ્યું, એકાઉન્ટમાં એક લાખથી વધુ હોય તો જવાબદારી નહી

બેંકના ખાતાધારકોની પાસબુક પર ડિસકલેમરના રૂપમાં લખ્યું છે કે ખાતાધારકો દ્વારા જમા કરવામાં આવેલી રકમ ડીઆઇસીજીસીની પાસ વીમાકૃત છેઃ એવામાં જો બેંકનું લિકિવડેશન થાય છે તો ડીઆઇસીજીસી એકાઉન્ટ હોલ્ડરને પૈસા આપવા માટે જવાબદાર છે

નવી દિલ્હી, તા.૧૮: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC Bank) માં થયેલા ૪૫૦૦ કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો સામે આવ્યા બાદ બેંકના બે એકાઉન્ટ હોલ્ડરનું મોત નિપજયું છે. ત્યારબાદ હવે પ્રાઇવેટ બેંક પણ સાવધાન થઇ ગઇ છે. બેંકોએ ગ્રાહકોની પાસબુક પર આ અંગે જાણકારી છાપવાનું શરૂ કરી દીધું છે.

બેંકોની માફક ખાતાધારકોની પાસબુક પર ડીઆઇસીજીસીના નિયમનો હવાલો આપીને એકાઉન્ટમાં એક લાખથી વધુની રકમની જવાબદારી લેવાની મનાઇ કરી દીધી છે. આ નિયમ વિશે ગ્રાહકોને જાણકારી આપવાની શરૂઆત એચડીએફસી બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે.

બેંકના ખાતાધારકોની પાસબુક પર ડિસકલેમરના રૂપમાં લખ્યું છે કે ખાતાધારકો દ્વારા જમા કરવામાં આવેલી રકમ ડીઆઇસીજીસીની પાસ વીમાકૃત છે. એવામાં જો બેંકનું લિકિવડેશન થાય છે તો ડીઆઇસીજીસી એકાઉન્ટ હોલ્ડરને પૈસા આપવા માટે જવાબદાર છે. એકાઉન્ટ હોલ્ડરના ૧ લાખ રૂપિયા સુધી બેંક જવાબદાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં દ્યોટાડો સામે આવ્યા બાદ ખાતાધારક પૈસા માટે પરેશાન છે. એક સમય તો બેંકના ખાતાધારકોને બેંક પાસેથી એક હજારથી વધુની રકમ કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે પછી આ રકમને ૪૦ હજાર રૂપિયા સુધી વધારી દીધી છે પરંતુ ગોટાડા બાદ હજારો ખાતાધારકોના પૈસા ફસાયેલા છે. 

તમને જણાવી દઇએ કે ડીઆઇસીજીસી (ડિપોઝિટ ઇંશ્યોરેન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન) રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની સંસ્થા છે અને દેશના બધા કોમર્શિયલ બેંક અને કો-ઓપરેટિવ બેંકોમાં જમા થનાર પૈસાના ડીઆઇસીજીસીના પાસ વીમા હોય છે.

(10:26 am IST)