Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અર્થતંત્ર માંદગીના ખાટલે છતાં મોદી સરકાર ઉંઘે છેઃ ઉદ્યોગોની રફતાર ધીમી પડીઃ સરકારે લાખો લોકોના સપના રોળવી નાખ્યા

અર્થતંત્રના ખરાબ મેનેજમેન્ટનો દેશ ભોગ બન્યોઃ મનમોહનસિંહે મુંબઇમાં મોદી સરકારની કાઢી ઝાટકણી : ખેડુતોની આવક બમણી નથી થઇ પણ આપઘાતના બનાવો બમણા થયાઃ દર ત્રીજી વ્યકિત બેકાર છેઃ સરકાર એક પણ બાબતમાં ગંભીર નથી

મુંબઈ, તા. ૧૭ : મહારાષ્ટ્રના ચૂંટણી સમરમાં આજે ગુરૂવારના દિવસે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ કુદી પડ્યા હતા. જોક્ટર સિંહે કલમ ૩૭૦ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશ્નોના જોરદાર જવાબો આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ આર્ટિકલ ૩૭૦ને ખતમ કરવા માટે બિલના સમર્થનમાં મત આપ્યા હતા.અમારી પાર્ટી કલમ ૩૭૦ની વિરુદ્ધમાં ક્યારેય રહી નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પીએમસી બેંક સંકટ માટે પોતાને જવાબદાર ઠેરવી દેવાના સંબંધમાં વળતા પ્રહારો કર્યા હતા. પૂર્વ વડાપ્રધાને આક્ષેપ કરતા કહ્યુ હતુ કે કે ભાજપ સરકાર માત્ર વિપક્ષ પર પ્રહારો કરવામાં માને છે. સમાધાન કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.  તેમણે કહ્યુ હતુ કે નીચલા સ્તરના ફુગાવાના કારણે ખેડુતો પર સંકટની સ્થિતી રહેલી છે. સરકારની આયાત-નિકાસની નિતીના કારણે પણ માઠી અસર થઇ રહી છે. ડોક્ટર સિંહે કહ્યુ હતુ કે અમે માનીએ છીએ કે કલમ ૩૭૦ એક અંશકાલિક ઉપાય તરીકે હતી.

            પરંતુ જો ફેરફાર કરવામાં આવ્યા છે તો તેને જમ્મુ કાશ્મીરના લોકોના સદ્ભાવ સાથે કરવામાં આવે તે જરૂરી છે. સિંહે કહ્યુ હતુ કે અલબત્ત જે રીતે બિલને લાગુ કરવામાં આવ્યુ છે અમે ેનો વિરોધ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં હાલમાં કલમ ૩૭૦નો મુદ્દા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરદાર રીતે ઉઠાવી રહ્યા છે. બીડમાં એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ ૩૭૦ના મામલે કેન્દ્ર બાજુ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. સાથે સાથે નિર્ણયનો વિરોધ કરનાર રાજકીય નેતાઓની જોરદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યુ હતુ કે કલમ ૩૭૦ દુર કરવામાં આવ્યા બાદ એક કોંગ્રેસી નેતાએ કહ્યુ હતુ કે કલમ ૩૭૦ની નાબુદી બાદ દેશ બરબાદ થઇ જશે. ત્રણ મહિનાનો ગાળો થઇ ગયો છે પરંતુ દેશમાં આવી કોઇ બરબાદી આવી નથી. તેમણે કહ્યુ હતુ કે અમને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનવા માટે ૧૦થી ૧૨ ટકાના ગ્રોથ રેટ સાથે આગળ વધવાની જરૂર છે. જો કે ભાજપના શાસન કાળમાં દર વર્ષે વિકાસનો દર તો નીચે પહોચંી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે આઇએમએફે કહ્યુ છે કે આ વર્ષે ભારતનો વિકાસ દર કેટલાક મહિના પહેલા લગાવવામાં આવેલા ૭.૩ ટકાના અંદાજ કરતા માત્ર ૬.૧ ટકા રહી જશે. દર વર્ષે નીચે જઇ રહેલા વિકાસ દરના કારણે તેઓ માને છેકે વર્ષ ૨૦૨૪ સુધી અમારી અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંકને પહોંચી શકશે નહીં. મનમોહન સિંહે આજે મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કરે ભાજપ દ્વારા વોટ મેળવી લેવા માટે કરવામાં આવેલા ડબલ એન્જિનનુ વચન સંપૂર્ણ રીતે ફ્લોપ છે. મહારાષ્ટ્ર હાલમાં ગંભીર આર્થિક સંકટ હેઠળ છે.

               મનમોહનસિંહે પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે સુશાસન માટેના ખુબ લોકપ્રિય ડબલ એન્ન મોડલ ફ્લોપ છે. જેના પર ભાજપે વોટ મેળવ્યા હતા. મહારાષ્ટ્રમાં સતત ચોથા વર્ષમાં નિર્માણની ગતિ ઓછી રહી છે. પીએમસી કોંભાડના સંબંધમાં તેમણે કહ્યુ હતુ કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના તરીકે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન આ મામલે ધ્યાન આપે તેમ તેઓ ઇચ્છે છે. આના કારણે પ્રભાવિત થયેલા ૧૬ લાખ લોકોની ચિંતાને દુર કરવા માટે ધ્યાન આપવામાં  આવે તે જરૂરી છે. ભારત સરકાર, આરબીઆઇ અને મહારાષ્ટ્ર સરકાર ગંભીરતા સાથે આ મામલે હાથ ધરે તે જરૂરી છે. આ મામલામાં વિશ્વસનીય, વ્યવહારિક અને પ્રભાવી સમાધાન શોધી કાઢવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. મનમોહનસિંહે જુદા જુદા વિષય પર સરકાર પર પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે ત્યારે મનમોહનસિંહ પણ ચૂંટણી પ્રચારમાં આજે ઉતરી ગયા હતા અને નાણામંત્રી સીતારામન તથા વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા. સાથે સાથે કલમ ૩૭૦ને લઇને પણ કોંગ્રેસ પાર્ટીના વલણની વાત કરી હતી.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પ્રહારો

*   મહારાષ્ટ્રમાં ચૂંટણી સમરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉતરી ગયા

*   કલમ ૩૭૦ના મુદ્દે મોદીના પ્રશ્નોના જવાબો આપીને કોંગ્રેસે કલમ ૩૭૦ને ખતમ કરવાની વાત કરી

*   પીએમસી બેંક સંકટ માટે પોતાને જવાબદાર ઠેરવીને પ્રહાર

*   વિપક્ષ પર પ્રહાર કરવાની ભાજપને ટેવ પડી ગઈ છે

*   જમ્મુ કાશ્મીરના લોકોની સદ્ભાવના સાથે ફેરફારનો લાભ લેવાના પ્રયાસ કરવા જોઇએ

*   પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે ૧૦થી ૧૨ ટકાના ગ્રોથરેટની જરૂર છે પરંતુ ભાજપ શાસનમાં વિકાસદર સતત ઘટી રહ્યો છે

*   ૨૦૨૪ સુધી અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકે

*   ડબલ એન્જિન માટેનું ભાજપનું વચન ફ્લોપ રહ્યું છે

*   મહારાષ્ટ્રમાં ગંભીર આર્થિક સંકટની સ્થિતિ છે

*   પીએમસી બેંક કૌભાંડ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમાં મુખ્યમંત્રી, વડાપ્રધાન અને આરબીઆઈએ ધ્યાન આપવું જોઇએ

(8:23 am IST)