Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પાકિસ્તાને કહ્યું ત્રણ પશ્ચિમી નદીઓ પર વિશેષાધિકાર : પાણીને રોકવાની વાત ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાશે

સિન્ધુ જળ સમજુતી હેઠળ પાકિસ્તાનની પાસે ત્રણ પશ્ચિમી નદીઓ પર 'વિશેષાધિકાર'

 

નવી દિલ્હી : પાકિસ્તાને  કહ્યું હતું કે તેનો ત્રણ પશ્ચિમી નદીઓ પર 'વિશેષાધિકાર' છે. પાકિસ્તાને ભારતને ચેતવણી આપતા કહ્યું કે જો ભારતે નદીઓના પાણીમાં બદલાવ કરવાની કોશિશ કરી તો તેને 'ઉશ્કેરણીજનક કાર્યવાહી' માનવામાં આવશે.

  પાકિસ્તાનનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે હરિયાણામાં એક રેલી દરમિયાન પીએમ  મોદીએ પાકિસ્તાનનું પાણી રોકવાની વાત કહી હતી

  પીએમ મોદીએ સપ્તાહે જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમની સરકાર પાકિસ્તાનને મળનારુ પાણી રોકશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેસલે કહ્યું કે સિન્ધુ જળ સમજુતી હેઠળ પાકિસ્તાનની પાસે ત્રણ પશ્ચિમી નદીઓ પર 'વિશેષાધિકાર' છે.

ફેસલે નદીઓના નામ લીધા વિના કહ્યું, 'જો ભારતે નદીઓના પાણીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી માનવામાં આવશે અને પાકિસ્તાન તેનો જવાબ આપશે.'

(10:57 pm IST)