Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ભારતમાં ખતરનાક મંદી :વર્તમાન આર્થિક સંકટ 2008થી ઘણું મોટું: ગોલ્ડમેન સેસની ચેતવણી

રોકાણ અને નિકાસમાં ઘટાડા બાદ વપરાશમાં તીવ્ર ઘટાડો ચિંતાનું નવું કારણ : વપરાશમાં જાન્યુઆરી 2018થી ઘટાડો ચાલુ

 

નવી દિલ્હી : સિક્યોરિટીઝ અને રોકાણ મેનેજમેન્ટ સાથે જોડાયેલી વૈશ્વિક કંપની ગોલ્ડમેન સેસે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડી નીચે જવાના જોખમની સાથે 6 ટકા કર્યો છે. સાથે કહ્યું કે વર્તમાન આર્થિક સંકટ 2008થી ખુબ મોટુ છે

  તેણે કહ્યું કે દેશની સમક્ષ વપરાશમાં મોટો ઘટાડો એક મોટો પડકાર છે અને તેનું કારણ-બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC)ના સંકટને ઠેરાવી શકાય નહીં. તેનું કારણ છે કે આઇએલએન્ડએફએસમાં પહેલા ચૂકવણીને લઇને સંકટનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ સંસ્થાઓથી વપરાશ માટે નાણાકીય ભંડોળ અટકી ગયું હતું

 બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સેસની વૉલ સ્ટ્રીટમાં મુખ્ય અર્થશાસ્ત્રી પ્રાચી મિશ્રા અનુસાર, તેમના વિશ્લેષણથી જાણવા મળે છે કે વપરાશમાં જાન્યુઆરી 2018થી ઘટાડો ચાલુ છે. ઓગસ્ટ, 2018માં આઇએલએન્ડએફએસ દ્વારા ચૂકથી પહેલાની વાત છે. એમણે કહ્યું કે વપરાશમાં ઘટાડોનો કુલ વૃદ્ધિના ઘટાડામાં એક તૃતિયાંશ યોગદાન છે. તેના સાથે , વૈશ્વિક સ્તર પર નરમીથી નાણાકીય ભંડોળમાં અવરોધ ઉત્પન્ન થયો છે.

 અહીં એક કાર્યકર્મમાં પ્રાચીએ કહ્યું કે નરમીની સ્થિતિ છે અને વૃદ્ધિના આંકડા 2 ટકા નીચે આવ્યા છે. જોકે, એમણે કહ્યું કે બીજી અર્ધ વાર્ષિકમાં આર્થિક વૃદ્ધિ વધવાની આશા છે. તેનુ કારણ આરબીઆઇની સસ્તી નાણાકીય નીતિ છે. કેન્દ્રીય બેન્કે પ્રમુખ નીતિગત દરમાં રેકોર્ડ પાંચ વાર ઘટાડો કર્યો છે. કુલ મળીને રેપો રેટમાં પાંચ વારમાં 1.35 ટકાનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. ફેબ્રુઆરીથી થઇ રહેલા ઘટાડા બાદ રેપો રેટ 5.15 ટકા પર આવી ગયો છે. ઉપરાંત કંપનીઓના કરમાં ઘટાડો જેવા ઉપાયોથી પણ ધારણા મજબૂત થશે અને વૃદ્ધિમાં તેજી આવશે.

 અર્થશાસ્ત્રીએ કહ્યું કે રોકાણ અને નિકાસ લાંબા સમયથી ઘટી રહ્યા છે. પરંતુ વપરાશમાં તીવ્ર ઘટાડો ચિંતાનું નવું કારણ છે. એમણે કહ્યું કે વર્તમાન મંદી પાછલા 20 મહીનાથી ચાલુ છે. નોટબંધી અથવા 2008ના નાણાકીય સંકટ જેવા પડકારોથી અલગ છે, જેની પ્રકૃતિ અસ્થાયી હતી.

  વાત એવા સમયે આવી છે, જ્યાર જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર વર્ષના લઘુત્તમ સ્તર 5 ટકા પર આવી ગયો. ત્યારબાદ આરબીઆઇએ 2019-20 માટે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડી 6.1 ટકા કી દીધો છે. ઉપરાંત આંતરાષ્ટ્રીય નાણા ભંડોળ અને વિશ્વ બેન્ક જેવી એજન્સીઓએ પણ ભારતના વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે

(8:25 am IST)