Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ચીનની ફરી લુખ્ખાગીરી : બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવતા અરૂણાચલ પ્રદેશમાં દુષ્કાળનો ખતરો

તિબેટથી વહેતી બ્રહ્મપુત્ર નદીનાં પાણીને અટકાવતા અરૂણાચલ પ્રદેશનાં મોટા હિસ્સાઓમાં દુષ્કાળની ભીતિ

 

નવી દિલ્હી : ભારતની વિરુદ્ધ ચીન એકવાર ફરીથી પોતાની જુની ચાલ પર ઉતરી આવ્યું છે. હવે સમાચારો આવી રહ્યા છે કે તેણે ચીનનાં તિબ્બતથી ભારતમાં વહેતી બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવી દીધું છે. કારણે અરૂણાચલ પ્રદેશનાં મોટા હિસ્સામાં દુષ્કાળની પરિસ્થિતી પેદા થઇ ચુકી છે.

  અરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસના સાંસદ નિનોંગ એરિંગનું કહેવું છે કે, અરૂણાચલના તૂતિંગ, યિંગકિયોંગ અને પાસીઘાટ વિસ્તારમાં તેના કારણે પુરની પરિસ્થિતી પેદા થઇ ગઇ છે. સાંસદે હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલને મુદ્દે દખલ દેવાની માંગ કરી છે

  નિનોંગ એરિંગનું કહેવું છે કે ચીનમાં વહેનારી યારલુંગ સાંગપો નદીનું પાણી અટકાવી દેવામાં આવ્યું છે. નદી જ્યારે અરૂણાચલમાં પ્રવેશે છે તો તેને સિયાંગનાં નામથી પોકારવામાં આવે છે. આગળ જઇને અસમમાં તે બ્રહ્મપુત્રાના નામથી ઓળખાય છે

(12:29 am IST)