Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મહાનાયક અમિતાભ બચ્ચને સહપરિવાર બંગાળી પરંપરા મુજબ દુર્ગા પૂજા કરી :દીકરી શ્વેતાનંદા પણ મંદિર પહોંચી

 

નવી દિલ્હી : દુર્ગા અષ્ટમીના દિવસે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પત્ની એવા બંગાળી જયા બચ્ચન દીકરી શ્વેતા બચ્ચન નંદા સાથે મંદિર પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. આ પૂજા દરમિયાન બચ્ચનપરિવાર પારંપરિક પરિધાનમાં જોવા મળ્યો હતો અને બિગ બી હાથ જોડીને જમીન પર બેઠા હતા. બિગ બીએ અહીં ગણેશ પૂજા કરી હતી.

બંગાળી પ્રથા દરમિયાન નવરાત્રિમાં અષ્ટમીનો દિવસ ખાસ ગણાય છે. સામાન્ય રીતે અમિતાભના પત્ની જયા દુર્ગા પૂજા સેલિબ્રેટ કરવા માટે પોતાના પિયર ભોપાલ જતા હોય છે પણ આ વખતે પરિવાર સાથે મુંબઈમાં જ પૂજા કરતા જોવા મળ્યા હતા.

આ પૂજા માટે અમિતાભ બચ્ચન ચંપલ પહેર્યા વગર આવ્યા હતા અને પૂજા દરમિયાન તેમણે સફેદ કુરતો-પાયજામો અને પીળું જેકેટ પહેર્યું હતું. પૂજા વખતે જયાએ પીળી બંગાળી કોટન સાડી પહેરી હતી જ્યારે શ્વેતાએ સફેદ સાડી ધારણ કરી હતી.

(12:20 am IST)
  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST