Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પુણેમાં મેડિકલ હિસ્ટ્રીમાં નવો અધ્યાય :પહેલી વાર ગર્ભાશય ટ્રાન્સપ્લાંટ બાદ બાળકનો જન્મ

ગર્ભાશય ટ્રાન્સપ્લાંટ બાદ પહેલીવાર કોઇ મહિલાને માં બનવાની ખુશી મળી

પુણે : મહારાષ્ટ્રનાં પુણેમાં મેડિકલ હિસ્ટ્રીમાં નવો અધ્યાય શરુ થયો છે પુણેમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાંટ થયા બાદ મહિલાની પ્રસૃતી થઇ છે અને એક સ્વસ્થય બાળકને જન્મ પણ આપ્યો છે. પુણેના ગેલેક્સી કેર હોસ્પિટલની ટીમે આ બાળકનાં જન્મ બાદ સેલિબ્રેશન પણ કર્યું. ભારતના મેડિકલ સાયન્સમાં આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. બાળકે પોતાની નાનીના ગર્ભાશય થકી જન્મ લીધો છે, જે ગર્ભાશય થકી એક સમયે તેની માં પણ જન્મી હતી. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાથી પુણેમાં બાળકની ખ્વાઇશ સાથે પહોંચેલ વાલંદ પરિવાર  ઘણો ખુશ જોવા મળી રહ્યો હતો. હિતેશ અને મિનાક્ષીને લગ્નના ઘણા વર્ષો બાદ બાળક નહોતુ થઇ રહ્યું. ત્યાર બાદ મેડિકલ સાયન્સે તેને આશાની કિરણ દેખાડી. વાળંદ પરિવાર પુણે પહોંચ્યો હતો.

  અહીંની ગેલેક્સી કેર હોસ્પિટલમાં મિનાક્ષીનાં ગર્ભાશયનું ઓપરેશન થયું. તેની માં સુશીલા બેને પોતાનું ગર્ભાશય મિનાક્ષીને આપ્યું હતું. મે 2017ના રોજ મિનાક્ષીનું સફળ ઓપરેશન થયું. ત્યાર બાદ તુરંત જ તેની ટ્રીટમેન્ટ ચાલુ થઇ.

(10:35 pm IST)
  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST