Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ભાગવતના નિવેદનથી ફરી રામ મંદિર મુદ્દો સપાટીએ

લોકસભા ચૂંટણીમાં મોટો મુદ્દો બને તેવી વકી : ભાજપ વહેલીતકે મંદિર નિર્માણ તરફ વધે તેવા એંધાણ

નાગપુર, તા. ૧૮ : વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિર નિર્માણની વાત કરીને આ મુદ્દાને ફરીવાર છેડી દીધો છે. હવે મંદિર નિર્માણનો મુદ્દો ફરીવાર ચર્ચામાં રહી શકે છે. આને લઇને રાજકીય પક્ષો દ્વારા આક્ષેપબાજીનો દોર પણ શરૂ થઇ ચુક્યો છે. લોકસભાની ચૂંટણી અને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આ મુદ્દો હવે ચર્ચાસ્પદ બની ગયો છે. પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે ફરી એકવાર આ મુદ્દાને ઢંઢેરામાં સામેલ કરે તેવી શક્યતા છે. મોહન ભાગવતના નિવેદનથી લાગે છે કે, મંદિર નિર્માણમાં વિલંબ થતાં હિન્દુ સમુદાયના લોકો નાખુશ છે અને મંદિર નિર્માણ માટે ઇચ્છુક છે. મોહન ભાગવતે સીધીરીતે સરકારને આ દિશામાં આગળ વધવા અને કાનૂન બનાવીને પણ મંદિર નિર્માણ કરવાની અપીલ કરી દીધી છે. ભાજપની સરકાર કેન્દ્રમાં હોવા છતાં આ દિશામાં કોઇ ગંભીર પ્રયાસો છેલ્લા ચાર વર્ષમાં ન થતાં મોહન ભાગવતે વિજ્યાદશમીના પર્વ પર આ વિષય ઉપર વાત કરી હતી. તેમના નિવેદનથી રામ મંદિરનો મુદ્દો ફરી ગરમ બન્યો છે.

(7:46 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST