Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

જીઓને ટક્કર મારવા વોડાફોન દ્વારા રૂા.99નો પ્‍લાનઃ 109 રૂપિયામાં 28 દિવસ સુધી અનલિમીટેડ કોલ અને 1 જીબી ડેટાની ઓફર

 

નવી દિલ્હીઃ વોડાફોને 28 દિવસની વેલિડિટી વાળા બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેની કિંમત 99 રૂપિયા અને 109 રૂપિયા રાખવામાં આવી છે. પેક એવા યૂઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે જેઓ ઈન્ટરનેટથી વધારે કોલ અને મેસેજ સર્વિસનો ઉપયોગ કરે છે.

99 અને 109 રૂપિયાનો પ્લાન

99 રૂપિયવાળા પ્લાનમાં ગ્રાહકોને 29 દિવસ સુધી અનલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવી છે. જેમાં કોઈ ડેટા મળશે નહીં. જ્યારે 109 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને 1 જીબી ડેટા આપવામાં આવશે.

જિયોના પ્લાનને ટક્કર આપાશે

વોડાફોનનો 99 રૂપિયાવાળો પ્લાન જિયોના 99 રૂપિયાવાળા પ્લાન સામે ઉતારવામાં આવ્યો છે. જિયોના 99 રૂપિયાવાળા રિચાર્જમાં અનલિમિટેડ કોલ સાથે 2 જીબી ડેટા અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે.

(5:36 pm IST)