Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વાહ ફળદુ ! ચંદ્રાબાબુ નાયડુને ગુજરાત આવવા નિમંત્રણ

રાજકોટ : રાજયના કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલની આગેવાનીમાંં સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના પ્રતિનિધિ  મંડળે હૈદ્રાબાદ ખાતે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુની મુલાકાત લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નિહાળવા આવવા આમંત્રણ આપેલ. પ્રતિનિધિ  મંડળમાં કૃષિ મંત્રીના અંગત સચિવ પ્રકાશ મોદી અને પાણી પુરવઠા મંત્રીના અંંગત સચિવ ઇશ્વરભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિ મંડળે રાજયપાલ અને ગુજરાત સાથે સંકળાયેલા ત્યાંના લોકો સાથેે પણ મુલાકાત કરી હતી.

(4:10 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST