Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

હરિયાણાની ૩૦ મહિલા રેસલરોએ મેડલ માટે મુંડન કરાવી લીધું

દિલ્હી તા.૧૮ : આમિર ખાનની 'દંગલ' ફિલ્મમાં દીકરી પહેલવાનીમાં બરાબર ધ્યાન આપી શકે એ માટે પિતા મહાવીરસિંહ ફોગાટ દીકરીઓ ગીતા અને બબીતાની મરજી વિના વાળ ટુંકા કરાવી દે છે, પરંતુ હરિયાણામાં મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પુરેપુરા મુંડાવી રહી છે. વાત એમ છે કે હરિયાણામાં રેસલિંગનો ફીવર છોકરીઓમાં એટલો છવાયો છે કે તેઓ કુશ્તીમાં અવ્વલ આવવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. મહિલા પહેલવાનોનું કહેવું છેકે કુશ્તી દરમ્યાન બે રાઉન્ડની વચ્ચે તેમને માત્ર ૩૦ સેકન્ડનો સમય મળતો હોય છે. એવા સમયે આ સમય માથાના વાળ ઠીક કરવામાં જ નીકળી જાય છે. એને કારણે કોચ દ્વારા જે ટિપ્સ અપાઇ રહી હોય છે. એમાંથી ધ્યાન ભટકી જાય છે. મહિલા પહેલવાનોના કોચ રાજેશકુમારનું કહેવું છે કે 'હવાસિંહ અખાડામાં ઘણી છોકરીઓ રેસલિંગની તાલીમ લઇ રહી છે. વાળને કારણે તેમની ગેમ પર અસર ન થાય એ માટે બધી છોકરીઓએ માથું મુંડન કરાવી લેવાનો નિર્ણય જાતે જ લીધો છે. એનાથી તેમનો પર્ફોર્મન્સ પણ સુધારશે.'

આ ગામમાંથી અનેક છોકરીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રેસલિંગમાં ભાગ લઇ ચુકીને છે અને મેડલ્સ પણ જીતી ચુકી છ.ે(૬.૮)

(11:33 am IST)