Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

MeToo : મહિલા સિંગરનો અનુ મલિક પર આરોપ : કિસના બદલામાં કામ આપવાનું આપ્યું હતું વચન

૧૫ વર્ષની હતી ત્યારે અનુ મલિકે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તેનું હેરેસમેન્ટ કર્યું હતું

મુંબઇ તા. ૧૮ : #MeTooના લપેટમાં જાણીતા મ્યૂઝિક કંમ્પોઝર અનુ મલિકનું નામ પણ સામે આવ્યું છે. જાણીતા પ્લે બેક સિંગર શ્વેતા પંડિતે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જયારે તે ૧૫ વર્ષની હતી ત્યારે અનુ મલિકે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તેનું હેરેસમેન્ટ કર્યું હતું.

શ્વેતાએ ટ્વિટર પર પોસ્ટ મારફતે પોતાની આપવીતી વર્ણવી હતી. તેણે લખ્યું કે, આ વર્ષ ૨૦૦૦ની વાત છે જયારે હું ફિલ્મ મોહબ્બતેમાં લીડ સિંગર તરીકે લોન્ચ થઇ હતી. મને અનુ મલિકના તે સમયે મેનેજર રહેલા મુસ્તફાએ ફોન કર્યો હતો. મને અંધેરીના એમ્પાયર સ્ટુડિયોમાં બોલાવવામાં આવી હતી.

તેણે લખ્યું કે જયારે હું અને મારી મમ્મી સ્ટુડિયોમાં પહોંચ્યા ત્યારે તે ફિલ્મ આવારા પાગલ દિવાના માટે શઆન અને સુનિધીના સાથે ગ્રુપમાં સોંગની રેકોર્ડિંગ કરી રહ્યા હતા. મને મ્યૂઝિક વિના ગાવાનું કહેવામાં આવ્યું. ત્યારે મે હર દિલ જો પ્યાર કરેગા સોંગ ગાયું. તેના જવાબમાં અનુ મલિકે કહ્યું કે, હું તને આ ગીત સુનિધિ અને શાન સાથે આપીશ પરંતુ આ માટે તારે મને હાલમાં કિસ કરવી પડશે. હું શોકડ થઇ રહી ગઇ.

શ્વેતાએ લખ્યું કે, ત્યારે હું ૧૫ વર્ષની હતી અને સ્કૂલ જતી હતી. હું તેમને અનુ અંકલ કહેતી હતી. તે મારા પરિવારને જાણતા હતા. તે મારા પિતાને ભાઇ કહેતા હતા. શું કોઇ પોતાના ભાઇની દીકરી પાસે આવી ડિમાન્ડ કરે. તેમની બે જવાન દીકરીઓ છે. તે મારી લાઇફનો સૌથી ખરાબ હતો. હું અનેક મહિનાઓ સુધી તણાવમાં રહી હતી. અનુ મલિક પર આરોપ લગાવતા શ્વેતાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે તેમણે અનેક સિંગર્સનું શોષણ કર્યું હશે. હું તે સિંગર્સને અપીલ કરું છે કે તે અનુ મલિક વિરૂદ્ઘ પોતાની વ્યથા વર્ણવે. (૨૧.૬)

 

 

(11:32 am IST)
  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST

  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST