Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

જયાપ્રદાએ પણ જો MeToo કહ્યું તો આઝમખાનને જેલ જવું પડશે : અમરસિંહ

રાજ્યસભાના સભ્ય અમરસિંહે પોતાના જૂના વિરોધી આઝમખાન પર નિશાન તાકયું

ફિરોઝાબાદ તા. ૧૮ : પોતાનાં બિનધાસ્ત નિવેદનો માટે જાણીતા રાજયસભાના સભ્ય અમરસિંહે પોતાના જૂના વિરોધી આઝમખાન પર નિશાન તાકયું છે. અમરસિંહે જણાવ્યું છે કે જો જયાપ્રદા પણ ્નપ્ફૂવ્ંં કહેશે તો આઝમખાન સાહેબને પણ જેલમાં જવું પડશે.

અમરસિંહે જણાવ્યું હતું કે મોદી અને યોગી હિંદુઓ માટે જરૂરી છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ ખાતે હિંદુ યુવા વાહિની ભારતના કાર્યક્રમમાં અમરસિંહે જણાવ્યું હતું કે #MeToo અભિયાન ચાલી રહ્યું છે. જો જયા પ્રદા પોલીસ સ્ટેશન જશે તો આઝમખાન પોતાના જેલરોડ સ્થિત આવાસથી સીધા જેલ જશે.

હિંદુ વાહિનીના રાષ્ટ્રીય સંરક્ષક અમરસિંહે જણાવ્યું છે કે ફિરોઝાબાદ જવું તેમના માટે એટલે જરૂરી હતું કે પ્રો.રામગોપાલ યાદવે તેમને ફિરોઝાબાદ આવીને સુરક્ષિત પાછા જવાની ચેલેન્જ ફેંકી હતી. હિંદુત્વને લોકતંત્રમાં ગર્જના કરવાનો માહોલ મળ્યો છે એટલા માટે વિભાજિત થશો નહીં, અન્યથા આઝમખાન જેવા લોકોના હાથે તમે કપાઇ જશો. હિંદુત્વ માટે મોદી અને યોગી બંને જરૂરી છે.

સપા-બસપાના ગઠબંધન અંગે અમરસિંહે જણાવ્યું હતું કે સરગમ માટે સૂર જરૂરી છે, પરંતુ અહીં તો સપાના સૂર જ બગડેલા છે. ૩૦ મિનિટ ભાષણ આપ્યા બાદ કાનપુર જવા રવાના થયા હતા.

આ અગાઉ બુલંદશહરમાં તેમણે જણાવ્યું હતું કે આઝમખાન વિરુદ્ઘ એફઆઇઆર દાખલ કરવા તેઓ દિલ્હીથી લખનૌ સુધીની યાત્રા પર નીકળશે. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં આઝમખાને તેમની પુત્રીઓ પર એસિડ ફેંકવાનું નિવેદન કર્યું હતંુ. તેમણે પત્ની પર ટિપ્પણી કરી હતી.

આ જ કારણસર આઝમખાન વિરુદ્ઘ કાર્યવાહી કરવા તેમને એફઆઇઆર યાત્રા કાઢવી પડી રહી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાનની સારી કાર્યપદ્ઘતિ હોવા છતાં ઉત્તર પ્રદેશ પોલીસ હજુ જૂની ઘરેડમાં જ કામ કરી રહી છે.(૨૧.૮)

(11:31 am IST)