Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પ્રેમઃ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

કરૂણા, પ્રેમનું પરમ રૂપ છે. પહેલો પ્રેમ શરીર સાથે હોય છે, બીજો પ્રેમ મન-હૃદયમાં હોય છે, ત્રીજો પ્રેમ આત્માના જીવનમાં પ્રવશ કરી જાય છે. શરીરનો પ્રેમ, મૂલતઃ યૌન હોય છે. બીજો પ્રેમ, મૂલતઃ પ્રેમ હોય છે. તેની આસપાસ શરીરની ઘટનાઓ પણ ઘટિત થાય છે. ત્રીજા પ્રેમમાં શરીર બહુ દૂર થઇ જાય છે. ત્રીજો પ્રેમ શુદ્ધ આત્મિક છે. ત્રીજો પ્રેમ છે સ્વભાવ.

પ્રેમ કરી શકાતો નથી,

પ્રેમ થઇ જાય છે.

કારણ કે કરેલો પ્રેમ ખોટો થઇ જશે, તે એક કોશિશ અને એ ફટ થઇ જશે, અને જયાં કોશિશ છે, ત્યાં પ્રેમ ખોટો થઇ ગયો પરંતુ ડિસિપ્િ લન તો આ બધું જ શીખવે છે. પ્રેમ કરવો, આદર દેવો, સમ્માન દેવું, અને શ્રદ્ધા કરવા પણ શીખવે છે. એટલે તો જીવન અસત્ય થઇ ગયું છે.

જીવનથી એ જ મળે, જે તમે જીવનને આપો છો, તમે જે આપો છો, એ જ પામો છો. તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ. તમે પ્રેમ આપો અને બદલામાં માગો નહિં, તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે કોઇએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો; ત્યારે તમે ધીરે-ધીરે જોશો-પ્રેમ ઉપર ઉઠવવા લાગ્યો ત્યારે એક નવા જ આયામમાં તમારી ગતિ થાય છે. તમારી ચેતના એક નવા લોકમાં પ્રવેશ કરે છે.

જયારે પણ પ્રેમ જાગે છે તો ભય પેદ થાય છે. ત્યાં અહંકાર વિસર્જિત કરવો પડે છે. અને ત્યાં જ ભય લાગે છે. આપણે અહંકારને પકડી રાખીએ છીએ, ચાહે પ્રેમ મરે તો મરી જાય. પ્રેમને પકડો, અહંકારને મરી જવા દો. પ્રેમ સંપદા છે. પ્રેમ સમાધિ છે. પ્રેમ સર્વસ્વ છે. પ્રેમની નૌકા જ તમને પાર લઇ જઇ શકે છ.ે

પ્રેમ પરમાત્માથી મોટો છે. પ્રેમમાં જ ઉઠીને તમે પરમાત્મા સુધી પહોંચશે. જે દિવસે તમારી કરૂણા એવી થઇ જશે કે તમે દેવોવાળાની જેમ પણ નહીં બચો, પાછળ કોઇ રહી જ નહીં જાય, કર્તાનો કોઇ ભાવ નહિં બચે-એ દિવસે તમે પરમાત્મા થઇ ગયા. પછી તમે અસીમમાં ઉતરી ગયા, અસીમ તમારામાં ઉતરી આવ્યું.પરમાત્માની વાતોમાં બહુ વિચારમાં નહીં પડતા. જીવનની સીડી તો આ જ છે. -કામથી પ્રેમ, પ્રેમથી કરૂણા, કરૂણા પછી છલાંગ આપો-આપ લાગી જાય છે, તેનાથી આગળ કોઇ સોપાન નથી.

લગભગ એવું બંને છે કે પ્રેમને જે નથી જાણતા, તે પ્રેમના સંબંધમાં બોલે છે, લખે છે, ગીત ગાય છે. આ પ્રેમના ખાલીપાને ભરવાના ઉપાય છે. જેમણે પ્રેમને જાણી લીધો, તે કદા ચૂપ પણ થઇ જાયશ્ર; અથવા તો કાંઇ કહે તો, કદાચ તમારી સમજમાં ન આવે, કારણ કે તમે તો પ્રેેમ જાણ્યો નથી;જેણે જાણીને કહ્યું છે, તેની વાત તમને ગમશે નહીં.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:34 am IST)