Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાજસ્‍થાનના ઉદયપુરની બાજુમાં આવેલ ભિલવાડામાં મીની વેકશનનો લાભ લઇ શકાય

ગુજરાતની બાજુમાં આવેલ રાજસ્થાન એક એવી જગ્યાએ છે જ્યા તમે ઘણીવાર ફરાવા ગયા હશો પણ ફરી ફરી અહીં ફરવા જવાનું મન થતું હશે. રાજસ્થાનની હવામાં જાદુ છે જે તમને આકર્ષે છે. વખતે પણ જો દિવાળી વેકેશન નાનું હોય અને સમયના અભાવે તમે દૂર સુધી જઈ શકતા હોવ તો ચિંતા નહીં રાજસ્થાન છે ને, અરે ના….ના….. અમે જયપુર-ઉદયપુર કે આબુની વાત નથી કરતા આજે રાજસ્થાનના એક નવા શહેરના તમને દર્શન કરાવીશું જે એકછૂપું રત્નતે છે ઉદયપુરની બાજુમાં આવેલ ભિલવાડા.

ભિલવાડા છૂપું રત્ન છે રાજસ્થાનનું

અહીં તમને રાજસ્થાનની ઓળખ સમાન ટ્રેડિશનલ ઘરો, હેરિટેજ હવેલી, જૂના મંદિરો, કલરફુલ પહેરવેશ પહેરેલા લોકો અને ટેસ્ટી ફૂડ બધુ મળી રહેશે. ભિલવાડાનું નામ અહીં રહેતા મુખ્ય ભિલ જાતીના લોકોના કારણે પડ્યું છે. અહીં આવેલ દરેક ફરવાલાયક સ્થળ જોવા માટે તમારે કમસેકમ 4 દિવસનો સમય લઇને અહીં આવવું પડે તેમ છે. જો હવે તમને જવાનો વિચાર આવતો હોય તો અમે તેમાં થોડી હેલ્પ કરી દઈએ જેથી તમારી પાસે એક લિસ્ટ રહે કે અહીં શું શું ફરવા જેવું છે.

પુર ઉડન છત્રી

પુર ઉડન છત્રી એક મોટા પથ્થરને કવર કરતા છત્રી આકારનું એક સ્મારક છે. જગ્યાએ ઉભા રહીને આસપાસની સુંદરતા જોશો તો જોતા રહી જશો. જગ્યા ભિલવાડા શહેરથી 10 કિમી દૂર આવેલ છે અને સિટીમાં આવતા તમામ ટુરિસ્ટો વચ્ચે સૌથી પોપ્યુલર વિઝિટ સાઇટ છે.

બાડનેરનો કિલ્લો

ભિલવાડા આસિંદ રોડ પર આવેલ બાડનેરનો કિલ્લો એક હેરિટેજ સાઇટ છે. જે રાજસ્થાનના ઉત્કૃષ્ટ અને વૈભવી ઇતિહાસની સાક્ષી પૂરે છે. સાત માળના ભવ્ય કિલ્લાને જોઈને તમને રાજપૂતાના ભવ્યતાનો ખ્યાલ આવશે. ડુંગર પર આવેલ કિલ્લા પર પહોંચ્યા પછી તમે દૂર દૂર સુધીનો નજારો જોઈ શકશો. જોકે ઇતિહાસને સાચવવાની આપણી બેદરકારીના કારણે આજે કિલ્લાએ તેની ઘણીખરી ભવ્યતા ગુમાવી છે પરંતુ તેમ છતા તેને જોનારની એકવાર તો આંખ પહોળી થઈ જાય છે.

ક્યારા કે બાલાજી

ભિલવારામાં કેટલાક જૂના અને પવિત્ર મંદિરો પણ છે જે પૈકી હનુમાનજીનું મંદિરની તમારે ખાસ મુલાકાત લેવી જોઈએ. ક્યારા કે બાલાજી શહેરથી 10 કિમી દૂર આવ્યું છે. કહેવાય છે કે સદીઓ પહેલા એક પથ્થરમાં હનુમાનજીની આકૃતિ સ્વયંભુ રીતે પ્રગટ થઈ હતી. આજે મંદિરે ભક્તો મોટ સંખ્યામાં આશિર્વાદ મેળવવા દોડી આવે છે.

મેજા ડેમ

શહેરથી 15 કિમી દૂર આવેલ જગ્યા ફરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. અહીં પરિવાર સાથે એન્ટરટેઇન્મેન્ટ માટેતમને ઘણા ઓપ્શન મળી રહેશે. જેમ કે હોર્સ રાઇડિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને રેસ્ટોરન્ટ.

મેનલ ધોધ

અહીંની મુખ્ય નદી મેનાલી આવેલ છે જે અહીનો મુખ્ય જળસ્ત્રોત છે. તેના પર આવેલ ભિલવાડાથી 10 કિમી દૂર ધોધ આવેલ છે. ધોધની બંને તરફ મહાદેવના મંદિરો આવેલ છે. જોકે મંદિરો થોડા અલગ પ્રકારના ખજૂરાહોની જેમ કામૂક મૂર્તીઓ દ્વારા શણગારવામાં આવ્યા છે. રાજશાહીના સમયમાં જગ્યા રાજવંશના પરિવારો માટે ઉનાળુ વેકેશન માાટે અનામત રાખી મુકવામા આવી હતી. જોકે પછી મુસ્લીમો ચઢાઈ કરીને આવ્યા અને આક્રાંતાઓએ અહીંની સુંદરતાની સાથે સાથે જૂના ઐતિહાસિક બાંધકામોનો પણ નાશ કરી દીધો.

જગ્યાએ જવાનું ભૂલતા નહીં.

હવે, જો તમે ભિલવાડા આવ્યા છો અને શોપિંગ નથી કર્યું તો ધક્કો ખોટો ખાધો છે. અહીં તમને સ્થાનિક બનાવાટના ખાસ કાપડ અને તેમાંથી બનાવેલ ડ્રેસિસ મળી રહેશે. ઉપરાંત અહીંનું નમકિન તમે એકવાર ચાખશો તો ખાતા રહી જશો. ઘરે પણ થોડા પેકેટ સાથે લઈ જવાનું ભુલતા નહીં.

કઈ રીતે પહોંચશો ભિલવાડા

ભિલવાડા માટે વર્ષમાં ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી ગમે ત્યારે તમે ફરવા જઈ શકો છો. ભિલવાડા માટે તમે હવાઈ માર્ગે ઉદયપુર પહોંચી એરપોર્ટથી બસ અથવા ટેક્સીમાં જઈ શકો છો. જ્યારે અમદાવાદ સહિત ભારતના તમામ મોટા શહેરો સાથે ભિલવાડા રેલ માર્ગે કનેક્ટેડ છે.

(12:00 am IST)