Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આઇસીઆઇસીઆઇ બેન્‍કના પૂર્વ અેમડી ચંદા કોચરના સ્‍થાને સંદિપ બક્ષીની ૩ વર્ષ માટે નિયુક્તિ

મુંબઈ:રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) આઇસીઆઇસીઆઇ બેન્કના મેનેજિંગ ડિરેક્ટરપદે સંદીપ બક્ષીની નિયુક્તિને ત્રણ વર્ષ માટે માન્ય રાખી છે, જ્યારે બોર્ડે પાંચ વર્ષની ભલામણ કરી હતી. મધ્યસ્થ બેન્કનો નિર્ણય વાતનો સંકેત છે કે ઉચ્ચ હોદ્દાની મુદત માટે ત્રણ વર્ષનો નિયમ રહેશે.

બક્ષીના પુરાગોમી ચંદા કોચર સામે વિડિયોકોન ગ્રૂપને લોન આપવામાં હિતોના ટકરાવનો આરોપ થયા બાદ તપાસ સમિતિની રચનાને પગલે તેમની સ્થાને બક્ષીને નીમવામાં આવ્યા હતા. હોદ્દા પરથી રાજીનામું આપ્યા પહેલાં ચંદા કોચર રજા પર ઊતરી ગયાં હતાં.

આઇસીઆઇસીઆઇ બેન્કે શેરબજારોને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થ બેન્કે 15 ઓક્ટોબરથી ત્રણ વર્ષ માટે બક્ષીની નિયુક્તિને મંજૂરી આપી છે. 4 ઓક્ટોબરે મળેલી બેઠકમાં બોર્ડે આરબીઆઇની મંજૂરીને આધીન પાંચ વર્ષ માટે તેમની નિયુક્તિ કરી હતી.

અગાઉ એક્સિસ બેન્કના આગામી સીઇઓ અમિતાભ ચૌધરીને પણ આરબીઆઇએ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2021 સુધી ત્રણ વર્ષ માટે મંજૂરી આપી હતી. ભારતીય કંપનીઓ બેડ લોનના બોજ તળે દબાતી રહી છે ત્યારે અગાઉ પાંચ વર્ષની મુદતને મંજૂરી આપતી આરબીઆઇએ સીઇઓની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ ચાલુ કર્યું છે.

બક્ષીએ 1986માં પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ ગ્રૂપમાં કામગીરી શરૂ કરી હતી, વખતે આઇસીઆઇસીઆઇ માત્ર ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન હતી. આટલાં વર્ષોમાં તેઓ ગ્રૂપના જનરલ અને લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના સીઇઓ હતા. કોચર રજા પર ઊતર્યા પછી તેઓ બેન્કના સીઓઓ નિયુક્ત થયા હતા.

વર્ષે પ્રાઇવેટ સેક્ટર બેન્કના સીઇઓ પર આરબીઆઇની બાજ નજર રહી છે. એક્સિસ ઉપરાંત યસ બેન્કમાં પણ વર્ષના અંત સુધીમાં નવા સીઇઓ નિયુક્ત થવાના છે.

(12:00 am IST)