Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

તહેવારોના કારણે વોડાફોન આઇડિયા દ્વારા સ્પેશ્યલ ડેટા પેકેજ કુપનની ઓફર

મુંબઈ:વોડાફોન આઇડિયાએ તહેવારોને ધ્યાનમાં રાખીને કેટલીક ઓફર્સ શરૂ કરી છે જેમાં સ્પેશિયલ ડેટા પેકેજ અને કુપન સામેલ છે. પોતાનો સબસ્ક્રાઇબર બેઝ ટકાવવા અને નવા યુઝર ઉમેરવા પર કંપની ફોકસ કરી રહી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીના પગલે અન્ય હરીફો પણ ફેસ્ટિવલ ઓફર લાવી છે. જીઓ તમામ ટેરિફ પ્લાન માટે કેશ બેક ઓફર કરશે તેમ સૂત્રોએ કહ્યું હતું. પરંતુ જુલાઈમાં 3,13,283 યુઝર્સનો ઉમેરો કરનાર ભારતી એરટેલે તેના ગ્રાહકો માટે હજુ સુધી કોઈ સ્પેશિયલ પ્લાન ઓફર કર્યો નથી.

વોડાફોન આઇડિયા માટે ગ્રાહકોનો ઉમેરો મહત્ત્વની બાબત છે. જુલાઈમાં વોડાફોને 6.09 લાખ અને આઇડિયાએ માત્ર 5,489 ગ્રાહક ઉમેર્યા હતા જ્યારે જીઓએ ગાળામાં 1.17 કરોડ ગ્રાહકોનો ઉમેરો કર્યો હતો. ગુજરાતમાં વોડાફોન નવા પોસ્ટપેઇડ કનેક્શન માટે 399ના પેકેજમાં ગરબાના કપલ પાસ ફ્રીમાં ઓફર કરે છે. નવી ઓફરના કારણે કંપની પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ બંને ગ્રાહકો ટકાવી રાખે તેવી શક્યતા છે.

ગયા ત્રિમાસિક રિઝલ્ટમાં જીઓનો ARPU 134.5 હતો જ્યારે એરટેલનો ARPU ઘટીને 105 થયો હતો. સમાન ગાળામાં વોડાફોને 102નો સૌથી નીચો ARPU નોંધાવ્યો હતો. આઇડિયાનો ARPU 100 હતો.

(12:00 am IST)
  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST