Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા અૈતિહાસિક સ્‍થળો ઉપલબ્ધઃ રાવણનું શબરૈગલા જંગલો વચ્‍ચેની ગુફામાં રખાયુ હતુ

નવરાત્રી બાદ દેશભરમાં ધામધૂમથી દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સત્ય પર અસત્યની જીત મેળવી હતી. માન્યતા અનુસાર નવરાત્રીના દસમા દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો એટલે વિજયાદશમી મનાવવામાં આવે છે.

શ્રીલંકામાં રામાયણ સંબંધિત સ્થળો

શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા ઘણા ઐતિહાસિક સ્થળો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શ્રીલંકામાં ઘણા એવા સ્થળો છે જે રામાયણ કાળની સાક્ષી પૂરે છે. જણાવી દઈએ કે, રિસર્ચમાં શ્રીલંકામાં એવા 50 સ્થળો મળી આવ્યા છે જેનો સંબંધ રામાયણ સાથે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે રાવણનું શબ એક ગુફામાં રાખવામાં આવ્યું હતું. ગુફા શ્રીલંકાના રૈગલા જંગલો વચ્ચે આવેલી છે. શ્રીલંકાના ઈન્ટરનેશનલ રામાયાણ રિસર્ચ સેન્ટર અને ત્યાંના પર્યટન મંત્રાલયે મળીને રિસર્ચ કર્યું હતું.

ગુફામાં રખાયું હતું રાવણનું શબ

સૌ કોઈ જાણે છે કે, ભગવાન શ્રીરામ અને લંકાધિપતિ રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રામના હાથે રાવણનો વધ થયો. રાવણના અંતિમસંસ્કાર માટે તેનો મૃતદેહ ભાઈ વિભિષણને સોંપવામાં આવ્યો હતો. વિભિષણને લંકાધિપતિ રાવણનો મૃતદેહ સોંપ્યા બાદ રાવણના અંતિમ સંસ્કાર થયા કે નહીં વાત કોઈ જાણતું નથી. દાવો કરવામાં આવે છે કે, અહીં રાવણની ગુફા છે જ્યાં તેણે તપસ્યા કરી હતી. કહેવાય છે ગુફામાં રાવણનું શબ આજે પણ સુરક્ષિત રાખવામાં આવ્યું છે. રૈગલા વિસ્તારમાં ગુફા 8 હજાર ફૂટની ઊંચાઈએ આવેલી છે.

શ્રીલંકામાંસેતા એલિયા

માન્યતા પ્રમાણે, અશોક વાટિકામાં રાવણે સીતા માતાને રાખ્યા હતા. આજે પણ જગ્યાનેસેતા એલિયાતરીકે ઓળખવામાં આવે છે. જગ્યા નૂવરા એલિયા નામની એક જગ્યા પાસે આવેલી છે. અહીં આજે પણ સીતાનું મંદિર છે અને નજીકમાં એક ઝરણું આવેલું છે. ઝરણાની આસપાસના પહાડો પર હનુમાનજીના પદચિન્હો પણ મળ્યા છે.

(12:00 am IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST