Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુનિલ જાખડને બનાવી શકાય છે પંજાબના નવા સીએમ સિદ્ધુના 'મોટાભાઈ'નું નામને કોંગ્રેસ હાઈકમાન્ડની મંજૂરી

આંતરિક ખેંચતાણથી તંગ આવેલા હાઈકમાન્ડે સીએમ અમરિન્દરનું રાજીનામું માંગી લીધું

પંજાબ કોંગ્રેસની આંતરિક ખેંચતાણથી તંગ આવેલા હાઈકમાન્ડે સીએમ અમરિન્દરનું રાજીનામું માંગી લીધું છે અને સુનીલ જાખડને સીએમ બનાવવાનું હાઈકમાન્ડે નક્કી કર્યુંમ છે.સુનીલ જાખડને સીએમ બનાવવાથી રાજ્યની કમાન સિદ્ધુની પાસે રહેશે તેવું પણ ચર્ચાઈ રહ્યાં છે

 

સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને જાખડ વચ્ચે ઘરોબો છે. નવજોત સિંહ સિદ્ધુ જાખડને પોતાના મોટાભાઈ ગણાવે છે અને તેઓ ઘણા પ્રસંગે જાહેરમાં ગળે મળતા જોવા મળ્યાં હતા. તેઓ એકબીજાને જ્યારે પણ મળે છે ત્યારે ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કરે છે.

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે આજે રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. કેપ્ટન અમરિંદર સિંહને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. તો અમરિંદર સિંહ આ રીતે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાથી નારાજ હતા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કરીને આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતો અને કહ્યું હતું કે જો તેમને આ રીતે કોંગ્રેસના પદ પરથી હટાવી દેવામાં આવે તો તે તેમનું અપમાન હશે.

AICC ના મહામંત્રી અને પંજાબ બાબતોના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે રાત્રે આ બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી. બેઠકમાં તમામ ધારાસભ્યોના મંતવ્યો સાંભળવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ હાઇકમાન્ડે કેપ્ટનની કામગીરીથી નિરાશ 40 ધારાસભ્યોના પત્ર બાદ આખરે આજે સાંજે 5 વાગ્યે ચંદીગઢના પંજાબ કોંગ્રેસ ભવનમાં ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જો કે અમરિંદર સિંહને અગાઉ ધારાસભ્ય દળની બેઠક અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

(7:00 pm IST)