Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપે રણનીતિ બદલીફ હવે ભાજપના ઉમેદવારે ઘરે-ઘરે જઇને પ્રચાર કાર્યમાં વ્‍યસ્‍ત

30 સપ્‍ટેમ્‍બરે મતદાન અને 3 ઓક્‍ટોબરે મત ગણતરી

કોલકાતા: પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન મેગા રેલી કરનાર ભાજપે આ વખતે ભવાનીપુર પેટા ચૂંટણીમાં નવી રણનીતિ અપનાવી છે. ભવાનીપુર બેઠક પરથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા હતા. ભવાનીપુર બેઠક પરથી ભાજપ તરફથી પ્રિયંકા ટિબરવાલ મમતાને ટક્કર આપી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન મેગા રેલી કરનાર ભાજપે આ વખતે રેલી પરથી પોતાનું ફોકસ હટાવી લીધુ છે. ભવાનીપુરમાં ભાજપના નેતા હવે ઘરે ઘરે જઇ રહ્યા છે અને મતદારો સાથે વાત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે બંગાળમાં ચૂંટણી બાદ હિંસાથી પાઠ લેતા ભાજપે પોતાની રણનીતિ બદલી છે.

TMCના નેતા કાર્યકર્તા ધમકાવે છે

દિલીપ ઘોષે કહ્યુ કે આ વખતે ચૂંટણી પ્રચારની અમારી રણનીતિ સાઇલન્ટ છે. જો અમે મીડિયા સાથે પ્રચાર કરતા હતા તો બાદમાં ટીએમસીના કાર્યકર્તા ત્યા પહોચી જતા હતા અને લોકોને ધમકાવતા હતા. માટે અમે લોકો રાજનીતિ હેઠળ કામ કરી રહ્યા છીએ. અમારા નેતા-કાર્યકર્તા ઘરે ઘરે જઇને લોકોને મળી રહ્યા છે.

30 સપ્ટેમ્બરે મતદાન

દિલીપ ઘોષે કહ્યુ, ચૂંટણી બાદ હિન્દી બોલનારા અને ગેર બંગાળીઓને નિશાન બનાવવામાં આવ્યા, તેમણે ધમકી આપવામાં આવી, તેમના ઘર અને કાર તોડી નાખવામાં આવી, તે ડરેલા છે. જો ફરીથી ત્યા જાય છે તો તેમણે ફરી ધમકાવવામાં આવશે, માટે અમે નવી રણનીતિ અપનાવી છે. અમે રેલી નથી કરી રહ્યા, અમે લોકોને મળી રહ્યા છીએ. મહત્વપૂર્ણ છે કે ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરે મતદાન છે, જ્યારે મતની ગણતરી 3 ઓક્ટોબરે થશે.

(6:09 pm IST)