Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ફોજદારી કેસ વિશે ખોટી માહિતી આપનાર કર્મચારીઓ નિમણુંકને હકદાર નથી : સુપ્રીમ કોર્ટ

એમ્પ્લોયર રાજસ્થાન રાજય વિદ્યુત પ્રસારણ નિગમ લિમિટેડની અરજી પર નિર્ણયની સુનાવણી દરમિયાન ટીપ્પણી

નવી દિલ્હી, તા.૧૮: સુપ્રીમ કોર્ટએ શુક્રવારે કહ્યું હતું કે જે કર્મચારીએ ક્યારેય પોતાના ફોજદારી કેસને લઈને ખોટી જાહેરાત કરી છે અથવા તેમની સામે પડતર ફોજદારી કેસમાં તથ્યોને દબાવ્યા છે તે કર્મચારી 'અધિકાર બાબતે' નિમણૂકનો હકદાર નથી. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ૨૦૧૯ ના નિર્ણયને રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી, જેમાં કર્મચારીને સેવામાંથી બરતરફ કરવાનો હુકમ રદ કરવામાં આવ્યો હતો.

હકીકતમાં, નિમણૂક માટે અરજી સોંપતિ કરતી વખતે, કર્મચારીએ તેની સામે પેન્ડિંગ ફોજદારી કેસ જાહેર કર્યો ન હતો. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે અહીં પ્રશ્ન એ નથી કે કર્મચારી વ્યર્થ પ્રકૃતિના વિવાદમાં સામેલ છે કે નહીં અને પછી તેને નિર્દોષ છોડી મૂકવામાં આવે કે નહીં, પરંતુ તે વિશ્વાસ વિશે છે.૫એમ્પ્લોયર રાજસ્થાન રાજ્ય વિદ્યુત પ્રસરણ નિગમ લિમિટેડની અરજી પર કોર્ટનો નિર્ણય આવ્યો હતો, જેણે બરતરફીના આદેશને રદ કરવાના હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પશ્ન એ કર્મચારીની વિશ્વસનીયતા વિશે છે કે જેણે નોકરીના પ્રારંભિક તબક્કામાં પોસ્ટ માટે અરજી કરતી વખતે ખોટું નિવેદન આપ્યું છે અથવા ફોજદારી કેસમાં સામેલ થવાની હકીકતને દબાવી દીધી છે.

એવી પરિસ્થિતિમાં કે જ્યાં એમ્પ્લોયરને લાગે કે જે કર્મચારીએ પ્રારંભિક તબક્કે ખોટું નિવેદન આપ્યું છે, તેણે સત્ય જાહેર કર્યું નથી અથવા ભૌતિક તથ્યોને દબાવ્યા છે, તેને સેવામાં ચાલુ રાખી શકાશે નહીં. કારણ કે આવા કર્મચારી પર ભવિષ્યમાં પણ વિશ્વાસ કરી શકાતો નથી. એમ્પ્લોયરને આવા કર્મચારીને જાળવી રાખવા માટે દબાણ કરી શકાતું નથી.૫સંબંધિત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલા ઘણા ચુકાદાઓનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે આવા કર્મચારી નિમણૂકનો દાવો કરી શકતા નથી અથવા હકદાર તરીકે સેવા ચાલુ રાખી શકતા નથી. સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટના નિર્ણયને રદ કરતા કહ્યું કે પુનઃ સ્થાપનાનો આદેશ સંપૂર્ણપણે અયોગ્ય અને ગેરવાજબી છે. બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે એમ્પ્લોયરે ઓકટોબર ૨૦૧૩માં એક જાહેરાત બહાર પાડી હતી, જેમાં ટેક્નિકલ આસિસ્ટન્ટના પદ માટે અરજીઓ માંગવામાં આવી હતી, ત્યારબાદ વ્યકિતએ તેના માટે અરજી કરી હતી.

(3:38 pm IST)