Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

બેંગ્લુરૂમાં બુરાડી રિટર્ન્સ : ભૂખથી ૯ મહિનાના બાળકનું મોત

એક જ પરિવારના પાંચ લોકોએ કર્યો આપઘાત

અઢી વર્ષની બાળકી પાંચ દિવસથી મૃતદેહો સાથે રહેતી હતી

બેંગ્લુરૂ તા. ૧૮ : બેંગ્લુરૂના વ્યાદરહલ્લી વિસ્તારમાં સ્થિત એક ઘરમાં એક જ પરિવારના ૫ સભ્યોની લાશ બહું ખરાબ સ્થતિમાં મળી છે. પોલીસ જયારે ઘરમાં દાખલ થઈ તો તેમણે જોયું તો ૪ વયસ્કોની બોડી અલગ અલગ રુમમાં ફાંસી પર લટકેલી હતી. જયારે ૯ મહિનાના બાળકની લાશ બેડ પર હતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિવારના સભ્યોની આત્મહત્યા બાદ બાળકનુંમોતભૂખના કારણે થઈ છે. આ રીતે એક મામલો વર્ષ ૨૦૧૮માં દિલ્હીના બુરાડીમાં સામે આવ્યો હતો. જયાં એક પરિવારના ૧૧ સભ્યો ઘરના છત પર ફાંસી લગાવેલા જોવા મળ્યા હતા.

મરનારની ઓળખ ભારતી(૫૧), સિંચન (૩૪), સિંધુરાની(૩૧) અને મધુસાર(૨૫)ના રૂપમાં થઈ છે. એક પોલીસ અધિકારીએ જાણકારી આપી કે શુક્રવારે જયારે તે ઘરમાં દાખલ થયા તો તેમણે જોયું કે સભ્યો ફાંસી પર લટકતા જોવા મળ્યા હતા. આશંકા છે કે પારિવારીક કંકાશના કારણે સભ્યોએઆત્મહત્યાકરી લીધી છે. આશંકા છે કે પરિવારનું મોતલગભગ ૪ દિવસ પહેલા થયું છે.

બેંગલુરૂ પશ્ચિમના ડીસીપી સંજીવ પાટિલે કહ્યું કે આ મામલો ત્યારે સામે આવ્યો જયારે ઘરના માલિક હાલેગિરી શંકર ૩-૪ દિવસ બાદ ઘરે પહોંચ્યા હતા. તેમણે જાણકારી આપી કે ગત ૨-૩ દિવસમાં કોઈ પણ તેમનો ફોન નહોંતા ઉઠાવી રહ્યા. જયારે તે ઘરે પહોંચ્યા તો ઘરમાં તાળુ લગાવેલુ હતુ. પાટિલે આગળ જણાવ્યું કે પોલીસને જાણકારી આપવામાં આવી અને દરવાજો તોડવામાં આવ્યો. તેમણે કહ્યું તે ઘરમાં પ્રવેશ કરવા પર ૪ વયસ્કોના શરીર અલગ અલગ રૂમમાં છત પર લટકેલા જોવા મળ્યા છે અને બાળક બેડ પર મૃત મળ્યો.

તેમણે જાણકારી આપી કે અઢી વર્ષની બાળકીને ઘરમાંથી બચાવવામાં આવી અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસે જાણકારી આપી કે ભારતી, શંકરની પત્ની છે અને અન્ય ૩ વયસ્ક તેમના બાળકો છે. ૯ મહિનાનું બાળક અને અઢી વર્ષની બાળકી ભારતી અને શંકરના પૌત્ર અને પૌત્રી છે.

(3:37 pm IST)