Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગૌહત્યા કેસમાં FIR રદ કરવાનો અલ્હાબાદ હાઇકોર્ટનો ઇન્કાર : ઘટના સ્થળેથી મૃતક ગાયના હાડકાં મળી આવ્યા છે : ઈરાદાપૂર્વકનું કૃત્ય હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય

અલ્હાબાદ : અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે ગૌવંશ નિવારણ અધિનિયમ, 1955  હેઠળ નોંધાયેલી એફઆઇઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો.જે 7 વ્યક્તિઓ સામે નોંધવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ સરોજ યાદવ અને ન્યાયમૂર્તિ રમેશ સિંહાની ખંડપીઠે એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો કે નોંધવામાં આવેલ એફઆઈઆર મુજબ આરોપીઓએ ઇરાદાપૂર્વક ગુનો કર્યો હતો અને અરજદાર ગાયની કતલ સાથે સંકળાયેલા છે, જે ઘટના સ્થળેથી મળેલા મૃતક ગાયના હાડકાં પરથી સ્પષ્ટ છે.

અરજદારના વકીલ તરફથી એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, ધરપકડ કરાયેલા એકના કબૂલાત નિવેદનના આધારે જ અરજદારો અને અન્ય છ લોકોના નામ પ્રકાશમાં આવ્યા હતા. એફઆઈઆર માત્ર સતામણી માટે દાખલ કરવામાં આવી હતી

બીજી તરફ, સરકારી વકીલે દલીલ કરી હતી કે અપરાધ FIR અને ગુનામાં અરજદારોની સંડોવણીને નકારી શકાય નહીં.તેમના ઘરમાંથી મૃતક ગાયના ટુકડા મળી આવ્યા છે.જે ખાનગીમાં વેચવા માટે રાખવાંમાં આવ્યા હોઈ શકે. તેથી કોર્ટે એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. તેવું એલ.એલ.એચ..દ્વારા જાણવા મળે છે.

(1:35 pm IST)