Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

એક અભ્યાસમાં સનસનીખેજ દાવો

કોરોના વાયરસનું જોખમ ૧૦ ગણું ઘટાડે છે બૂસ્ટર ડોઝ

નવી દિલ્હી તા. ૧૮ : એક ઇઝરાઇલી અભ્યાસનું માનવામાં આવે તો ફાઇઝરની રસીના બુસ્ટર ડોઝ (ત્રીજો ડોઝ) બુઝુર્ગોમાં કોરોના સંક્રમણનું જોખમ ૧૦ ગણું ઘટાડે છે. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સંક્રમણ અને ગંભીર કોરોના કેસ એવા લોકોમાં બહુ ઓછા હતા જેમને ફાઇઝરની રસીનો બુસ્ટર ડોઝ મળ્યો હતો. અભ્યાસ માટે લોકોને બે ગ્રુપ બૂસ્ટર ડોઝ અપાયેલા અને ના અપાયેલામાં વહેંચી દેવાયા હતા.

અભ્યાસ અનુસાર, કન્ફર્મ સંક્રમણનો દર બૂસ્ટર ડોઝ વગરના ગ્રુપની સરખામણીમાં બૂસ્ટર અપાયેલ ગ્રુપમાં ૧૧.૩ ટકાથી ઓછો હતો એ પણ જોવા મળ્યું કે ગંભીર સંક્રમણનો દર લગભગ ૨૦ ગણો અથવા ૧૯.૫ ગણાથી ઓછો થઇ ગયો હતો. આ અભ્યાસ ૬૦ વર્ષથી વધારે વયના લગભગ ૧૧ લાખ ઇઝરાઇલીઓના ઓફીશ્યલ આંકડાઓની સમીક્ષા પર આધારિત છે.

અન્ય એક હાલના રિસર્ચનો હવાલો આપતા અભ્યાસમાં કહેવાયું છે કે રસીથી મળેલ ઇમ્યુનિટી બીજા ડોઝ પછી પણ ફકત છ મહિનામાં જ નબળી થઇ શકે છે. પણ બૂસ્ટર ડોઝ પછી તેની અસરકારકતા ૯૫ ટકા જેટલી વધી જાય છે. જો કે અભ્યાસ કરનાર રિસર્ચરોએ સ્વીકાર્યું છે કે તેમણે અભ્યાસમાં લોકોના એન્ટીબોડી લેવલને માપવાનો પ્યરાસ નથી કર્યો.

(11:53 am IST)