Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

આઈપીએલ ફેઝ-૨માં દુબઈમાં ત્રણ શહેરોમાં કુલ ૩૧ મેચ રમાશેઃ દર્શકો ચોગ્ગા- છગ્ગાની મજા માણશે

કાલથી ફરી દેધનાધન... આઈપીએલ પાર્ટ-૨નો પ્રારંભ

કોલકતા, પંજાબ અને રાજસ્થાન બાઉન્સ બેક કરી શકશેઃ આવતીકાલે સાંજે ૭:૩૦ વાગ્યાથી મુંબઈ- ચેન્નાઈ વચ્ચે કાંટે કી ટકકર

નવીદિલ્હીઃ આઈપીએલનો બીજો ફેઝ ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. આઈપીએલના પહેલા ફેઝમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સને આ સીઝનમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સતત લડવું પડ્યું છે.  પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન ૫મા, પંજાબ છઠ્ઠા અને કોલકાતાની ટીમ ૭મા સ્થાને છે. તેમને નોકઆઉટમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછી ૫ મેચ જીતવી પડશે. રાજસ્થાન અને કોલકાતાની ટીમો છેલ્લી બે આઈપીએલ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે જ્યારે પંજાબે છેલ્લે, ૨૦૧૪મા સ્થાન મેળવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સે પહેલા ફેઝમાં ૭માંથી ૩ મેચ જીતી છે જ્યારે ૪માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે અત્યારે રાજસ્થાન રોયલ્સની મુશ્કેલીમાં વધારો જ જોવા મળ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઈજાગ્રસ્ત હોવાથી તથા જોસ બટલર અંગત કારણોસર બીજા ફેઝમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોય. એટલું જ નહીં રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓલરાઉન્ડર એવા બેન સ્ટોકસે પણ માનસિક સ્વાસ્થ્યના પરિણામે ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવાથી બ્રેક લીધો છે.

રાજસ્થાને બટલરનાં સ્થાને ન્યૂઝીલેન્ડના ખેલાડી ગ્લેન ફિલિપ્સનો સમાવેશ કર્યો છે. આ સિવાય ટીમે દક્ષિણ આફ્રિકાના લેફ્ટ હેન્ડેડ સ્પિનર તબરેઝ શમ્સીને પણ સ્કવોડમાં ઉમેર્યો છે. શમ્સી હાલમાં ટી-૨૦રેન્કિંગમાં નંબર વન બોલર છે. તે જ સમયે સીપીએલ-૨૦૨૧માં સૌથી વધુ રન કરનાર વિસ્ફોટક બેટ્સમેન ઇવિન લુઇસ પણ રાજસ્થાનમાં સામેલ થઈ ગયો છે.

પંજાબની ટીમના રાહુલ છેલ્લા ચાર વર્ષથી ત્ભ્ન્માં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. આ બેટ્સમેને છેલ્લી ૪૯ મેચમાં ૨૨૫૩ રન કર્યા છે. આ દરમિયાન, આ બેટ્સમેને ૨ સદી અને ૨૧ અર્ધસદી ફટકારી છે. રાહુલે પણ ચાર અર્ધસદીની મદદથી પહેલા ફેઝમાં ૩૩૧ રન કર્યા છે. જોકે, રાહુલ સિવાય પંજાબની બેટિંગ ઘણી નબળી છે.

મયંક અગ્રવાલે રન જરૂર કર્યા છે પરંતુ તેના પ્રદર્શનમાં કોઈ સુસંગતતા જોવા મળી નહોતી. ગેલ તેની આક્રમક છબી અનુસાર રમી શક્યો નહોતો. જોકે આ વિસ્ફોટક ટી-૨૦ બેટ્સમેને તાજેતરમાં સમાપ્ત થયેલી સીપીએલમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. તેવામાં ડેવિડ માલાન બહાર થઈ ગયો હોવાથી પંજાબની ટીમને ફટકો પડ્યો છે.

કોલકાતાની હાલત સૌથી ખરાબ છે. આઈપીએલના પહેલા ફેઝમાં કોલકાતાની ટીમે સાતમાંથી ૫ મેચ હારી હતી જ્યારે માત્ર બે મેચ જીતી હતી. ગયા વર્ષે આઈપીએલની મધ્યમાં ઈયોન મોર્ગનની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેનું પ્રદર્શન સારૂ ન રહ્યું હોવાથી ધ્ધ્ય્એ કેપ્ટનશિપમાં ફેરફાર કર્યા હતા.

(11:50 am IST)