Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કોવિડ - 19નો કોઈ નવો વેરીયન્ટ નહી આવે તો ત્રીજી લહેર અગાઉની લહેરની જેમ ભયાનક નહી હોય : ગગનદીપ કાંગ

નવા વેરીયન્ટો સામે લડવા માટે વધુ સારી રસી બનાવવાની જરૂરીયાત અને નિયામક તંત્રને મજબૂત કરવી જરૂરી

નવી દિલ્હી :ટોચના વાઇરોલોજિસ્ટ ગગનદીપ કાંગે કહ્યું હતું કે કોરોનાવાયરસના કોઇ નવા વેરીયન્ટો  નહી આવે તો મહામારીની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય. તેમણે વાયરસના નવા વેરીયન્ટો સામે લડવા માટે વધુ સારી રસી બનાવવાની જરૂરીયાત અને નિયામક તંત્રને મજબૂત કરવા પર ભાર મુક્યો.

કાંગે કહ્યું કે જ્યાં સુધી નવો નવું વેરીયન્ટ નહીં આવે ત્યાં સુધી ત્રીજી લહેર એટલી ભયાનક નહીં હોય જેટલી ભયાનકતાનો આપણે બીજી લહેર દરમિયાન સામનો કર્યો હતો.

આ વર્ષે માર્ચ અને મે વચ્ચે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન, હજારો લોકો માર્યા ગયા હતા અને લાખો લોકો સંક્રમિત થયા હતા. આ સિવાય દેશનું આરોગ્ય માળખું ભાંગી પડ્યું હતું.

કાંગે કહ્યું કે શું આપણે કોવિડ સામે લડી શક્યા હતા ? ના, આપણે પરીસ્થીતીને સારી રીતે સંભાળી શક્યા નહીં. શું આપણે કોવિડથી છુટકારો મેળવવા જઈ રહ્યા છીએ? નજીકના ભવિષ્યમાં નહીં. વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર કાંગ ડિજિટલ માધ્યમથી સીઆઈઆઈ લાઈફસાયન્સ કોન્ક્લેવને સંબોધી રહ્યા હતા.

(12:27 am IST)