Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

યુ.એસ.સ્થિત એશોશિએશન ઓફ કેરાલા મેડિકલ ગ્રેજ્યુએટ્સ ( AKMG ) ના પ્રેસિડન્ટ તરીકે ડો.સુબ્રમનિયમ ભટ્ટની નિમણુંક

જ્યોર્જિયા : યુ.એસ.માં એરલાન્ટા સ્થિત ઇન્ડિયન અમેરિકન ડો.સુબ્રમનિયમ ભટ્ટની એશોશિએશન ઓફ કેરાલા મેડિકલ ગ્રેજ્યુએટ્સ ( AKMG ) ના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક થઇ છે.
5 સપ્ટેમ્બરના રોજ મળેલી વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.EKMG એ યુ.એસ.તથા કેનેડા સ્થિત કેરાલાના મેડિકલ તથા ડેન્ટલના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન છે.
આ તકે ડો.સુબ્રમનિયમે પૂર્વ પ્રેસિડન્ટ ડો.ઉષા મોહનદાસે કરેલી કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.તથા પોતાને સમર્થન આપનાર પત્ની ડો.અન્નપૂર્ણા ભટ્ટ તથા મિત્ર વર્તુળ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી એશોશિએશન કેરાલા તથા મલયાલી કોમ્યુનિટી માટે શક્ય તેટલું કરી છૂટશે તેવી ખાતરી આપી હતી. 

(6:09 pm IST)