Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રિયા ચક્રવર્તી ડ્રગ્‍સ કેસને તેમની સાથે જોડનાર મીડિયા રિપોર્ટો ઉપર પ્રતિબંધની માંગ મુદ્દે દિલ્‍હી હાઇકોર્ટે અભિનેત્રી રકુલપ્રિત સિંહની અરજી ઉપર કેન્‍દ્ર સરકાર પાસે જવાબ માંગ્‍યો

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટએ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની તે અરજી પર ગુરૂવારે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો જેમાં તેમણે રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસને તેમની સાથે જોડનાર મીડિયા રિપોર્ટો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કોર્ટમાં કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે રકુલ પ્રીત તરફથી કોઇ કેબલ ટીવી એક્ટ હેઠળ ફરિયાદ મળી નથી અને સેન્સરશિપનો કોઇ આદેશ પાસ કરવામાં ન આવવો જોઇએ. ત્યારબાદ કોર્ટ તરફથી કેન્દ્ર, પ્રસાર ભારતી, એનબીએ ને કહેવામાં આવ્યું કે રકુલ પ્રીતની અરજી પર વિચાર કરી જલદી નિર્ણય લે.

જસ્ટિસ નવીન ચાવલાએ અભિનેત્રીની અરજી પર કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલય, પ્રસાર ભારતી અને ભારતીય પ્રેસ પરિષદને નોટીસ જાહેર કરી તથા જવાબ માંગ્યો. કોર્ટે અધિકારીઓને કહ્યું કે તે એકટ્રેસ રકુલની અરજીને અભિવેદન ગણે અને સુનાવણીની આગામી તારીખ 15 ઓક્ટોબર પહેલાં આ નિર્ણય લે.

હાઇકોર્ટે કહ્યું કે તેને આશા છે કે રિયા ચક્રવર્તી સાથે સંકળાયેલા કેસમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સંબંધિત સમાચારોમાં મીડિયા સંયમ વર્તશે. આશા વ્યક્ત કરવામાં આવી કે અરજીકર્તા સંબંધી સમાચારો બનાવતી વખતે મીડિયા પ્રતિષ્ઠાનો પોતાના સમાચારોમાં સંયમ વર્તશે. પરંતુ ટીબી નિયમો, પ્રોગ્રામ કોડ તથા અન્ય દિશા-નિર્દેશોનું પાલન કરશે.

જોકે, એક્ટ્રેસ રકુલ પ્રીતે પોતાની અરજીમાં કહ્યું કે રિયા ચક્રવર્તી કેસમાં તેમનું નામ આવ્યા પછી મીડિયા ટ્રાયલ ચલાવવા લાગ્યું છે. તેમણે હાઇકોર્ટને રકુલ પ્રીતને કહ્યું કે સૂચના અને પ્રસારણ મંત્રલયને નિર્દેશ આપવામાં આવે કે તેના વિરૂદ્ધ મીડિયામાં કવરેજ ન થાય. રકુલ પ્રીતે એ પણ પોતાની અરજીમાં કહ્યુંક એ શૂટ દરમિયાન જાણકારી મળી કે ડ્રગ્સ કેસમાં તેનું અને સારા અલી ખાનનું નામ રિયાએ લીધું હતું અને મીડિયાએ સમાચાર ચલાવવાનું શરૂ કરી દીધું.

(4:58 pm IST)