Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રિયલ એસ્ટેટમાં પણ સુસ્તી : પ્રોજેકટો અટવાયા

વર્ષ ૨૦૨૧માં પ્રોપર્ટીની માંગમાં થશે અસર : ફીચ રેટિંગનું એક અનુમાન : કાચા માલની ડિમાન્ડમાં ભારેખમ ઘટાડો : નાના બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાશે

રાજકોટ : પ્રોપર્ટીની માંગમાં ઘટાડો બિલ્ડર્સ માટે સુસ્તી વિકાસની ગતિને ગોંધી રાખે છે, જે રીતે બિલ્ડીંગ્સનું  કામ જોરશોરથી ચાલતું હતું તેમાં કોરોના આવતા આ બંધ જ કામો અત્યારે અટવાઈ ગયા છે, કેટલાય પ્રોજેકટ અત્યારે જાણે માળીયા ઉપર ચડાવી દેવાયા હોય તેમ બન્યું છે. રિયલ એસ્ટેટની સુસ્તીના લીધે ચણતર માટે વપરાતા જેમકે સિમેન્ટ, સ્ટીલ જેવા કાચા માલની ખપતમાં પણ અસર જોવા મળી છે. 

રેટિંગ એજન્સી ફીચ રેટિંગ અનુસાર વર્ષ ૨૦૨૧ માં સિમેન્ટની ડિમાન્ડ ૧૫્રુ સુધી ઓછી જોઈ શકાશે મોટાભાગે હાઉસિંગ સેકટરમાં ૬૫% સુધી સિમેન્ટની ડિમાન્ડમાં અસર થશે જયારે સ્ટીલની ડિમાન્ડમાં ૧૦% સુધીની અસર થઇ શકે છે. આ સ્થિતિને નિવારવા અત્યારે ડેવલોપર્સ મોટાભાગે રોકડમાં વ્યવહાર કરતા થયા છે, એજન્સીના રિપોર્ટ અનુસાર હાલમાં હોમલોન્સ માટે ઓછા વ્યાજદર અને રજીસ્ટ્રી જેવા અનેક દરમાં ઘટાડો હોવા છતાં પ્રોપર્ટીની માંગમાં સુધારો જોવા નથી મળ્યો.

 વધુમાં આ રિપોર્ટ એવું પણ જણાવે છે કે મજૂરોની ઉપલબ્ધતા પણ પ્રોપર્ટી માટે અસર કરે છે આ ઉપરાંત કાચામાલની સપ્લાયને  પણ  અસર થઇ છે.

 નબળાં  ડેવલોપર્સને વધુ અસર થશે. રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે આર્થિકરીતે નબળા બિલ્ડર્સ માટે, હાઈ એન્ડ પ્રોજેકટ ઉપર ધ્યાન રાખનાર તેમજ આરબીઆઇ સ્ટ્રકચરલ સ્કીમનો લાભ નહિ મેળવનાર ડેવલોપર્સ મોટાભાગે આર્થિક રીતે પ્રભાવિત થશે. એવામાં મોટા ડેવલોપર્સ સાથે નાના ડેવલોપર્સ સાઠગાંઠ કરે તેવું શકય થશે.

(4:32 pm IST)