Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

WHOએ કર્યો નવો ધડાકો

૨૦૨૨ પહેલા પુરતા પ્રમાણમાં વેકસીન મળવી મુશ્કેલ

વેકસીનની અસરકારકતાને લઇને પણ ઉઠાવ્યા પ્રશ્નો

નવી દિલ્હી, તા.૧૮: કોરોના મહામારીનું સંકટ આખી દુનિયામાં છવાયું છે ત્યારે તેને નાથવા માટેની વેકસીનની શોધ અનેક કંપનીઓ કરી રહી છે. પરંતુ આ વેકસીન કયાં સુધીમાં આવશે તેને લઈને હજુ પણ કોઈ ઠોસ માહિતી મળી નથી. રશિયા અને ચીન જેવા દેશોમાં આ વેકસીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ સમયે WHOએ કોરોના વેકસીનને લઈને ચિંતાજનક નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે વેકસીન કયાં સુધીમાં આવશે તેની રાહ જોવાની છે અને સાથે જ આ વેકસીન ૫૦ ટકા પણ અસરકારક હશે નહીં.

મળતી માહિતી અનુસાર એક રિપોર્ટમાં કહેવાયું છે કે WHOના મુખ્ય વૈજ્ઞાનિકે વેકસીનને લઈને કહ્યું કે ૨૦૨૨ પહેલાં પૂરતા પ્રમાણમાં વેકસીન મળવી મુશ્કેલ છે. એવામાં લોકોના માથે ફરી સંકટ દ્યેરાઈ શકે છે. પ્રશ્ન એ છે કે લોકો કયાં સુધી મહામારીના ડર હેઠળ જીવવા મજબૂર રહેશે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે આવનારા વર્ષની શરૂઆતમાં દુનિયાને વેકસીન મળી નથી શકી. આનું કારણ એ છે કે ૨૦૨૧ની શરૂઆતમાં વેકસીનના પ્રભાવી રીઝલ્ટને જોવા મળી શકે છે. આ સાથે જ તેના વિતરણ વિષે પણ કોઈ નિર્ણય લઈ શકાશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું કે આશા રાખી શકાય છે કે WHOના કોવાકસ પ્લાનના આધારે અલગ અલગ દેશોમાં લોકો સુધી સમાન રૂપે વેકસીન પહોંચાડવાનું કામ કરી શકાશે. જો કે તેને માટે આ વર્ષના મધ્ય સુદી વેકસીન મોટા પ્રમાણમાં તૈયાર કરવાની રહેશે. જેથી કરોડો લોકો સુધી આ ડોઝ પહોંચાડી શકાય. તેના આધારે ૨૦૨૧ના અંત સુધી વેકસીનના ૨ અરબ ડોઝ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રખાયું છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલાં કહી ચૂકયું છે કે તેના માનદંડના આધારે કિલનિકલ પરીક્ષણના એડવાન્સ સ્ટેજ પર પહોંચીને કોઈ પણ વેકસીન કોરોના વાયરસના વિરુદ્ઘમાં ૫૦ ટકા પણ અસરકારક નથી. જયારે સંગઠનના પ્રવકતા માર્ગરેટ હૈરિસના આધારે હજુ સુધી એક પણ વેકસીન એવી નથી બની જે પ્રભાવી હોય.

તેમનું કહેવું છે કે આ વેકસીનના ટ્રાયલમાં ઓછામાં ઓછા એક વર્ષનો સમય લાગશે. આ સમયે વેકસીનના લોકો પર પ્રભાવ અને તેના દુષ્પ્રભાવને જોવાશે. જેથી લોકો સુધી યોગ્ય વેકસીન પહોંચી શકે,જે મહામારીમાં લોકોને બચાવી શકે. તેઓએ કહ્યું છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની તરફથી જલ્દી વેકસીનના આપાતકાલીન ઉપયોગ માટે ગાઈડલાઈન જાહેર કરાશે.

(4:32 pm IST)