Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

એમેઝોન ઇન્ડિયાએ ગુજરાતમાં સૌપ્રથમ ઓલ-વિમેન ડિલીવરી સ્ટેશન લોન્ચ કર્યુ

એમેઝોન ઇન્ડિયાનું ચેન્નઇ બાદ ભારતમાં આ બીજુ ઓલ-વિમેન ડિલીવરી સ્ટેશન છે

નવી દિલ્હી, તા.૧૮: વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો કરવા તરફે પોતાની પ્રતિબદ્ઘતાને મજબૂત બનાવતા એમેઝોન ઇન્ડિયાએ આજે ગુજરાતનું સૌપ્રથમ ઓલ-વિમેન ડિલીવરી સ્ટેશન લોન્ચ કર્યું હોવાની જાહેરાત કરી છે, જેનું કાડી શહેરમાં ડિલીવરી સર્વિસ ભાગીદાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. મહિલાઓ માટે કંપની દ્વારા તકોનું સર્જન કરવાની અને લોજિસ્ટિકસ ક્ષેત્રે તેમની સફળતામાં સહાય કરવા તરફેની વિવિધ પહેલોમાંની એક આ પહેલ છે. વર્ષ ૨૦૧૬માં કંપનીએ તામિલનાડૂમા ચેન્નઇમાં તેના ભાગીદાર સાથે સૌપ્રથમ ઓલ-વિમેન ડિલીવરી સ્ટેશન લોન્ચ કર્યુ હતું.

ડિલીવરી સર્વિસ પાર્ટનર પ્રોગ્રામ એ એમેઝોન ઇન્ડિયાનું લાસ્ટ-માઇલ ડિલીવરી મોડેલ છે, જયાં કંપની ઉદ્યોગ સાહસિકો સાથે ભાગીદારી કરે છે. અનેક ભાગીદારો માટે આ પ્રોગ્રામ તેમનું સૌપ્રથમ ઉદ્યોગ સાહસિકતાને લગતું પ્રથમ સાહસ છે. તેઓ સરળતાથી ગ્રાહકોના વચનને પૂર્ણ કરવા સમાજની સ્થાનિક જાણકારી અને એમેઝોન ઇન્ડિયા દ્વારા ઓફર કરવામાં આવતા ટેકનોલોજીકલ ટેકાનો લાભ ઉઠાવે છે.  ગુજરાતમાં સૌપ્રથમ એવા આ સ્ટેશનનું સમગ્ર મેનેજર મહિલાઓ અને ડિલીવરી એસોસિયેટ્સની ભૂમિકા દ્વારા સંચાલન અને ચલાવવામાં આવે છે. એમેઝોન ઇન્ડિયાએ ખુલ્લી વાટાદ્યાટો મારફતે સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સતર્કતાનું સર્જન કરીને અને વિવિધ પ્રતિભાવ વ્યવસ્થા ઊભી કરીને એમેઝોન ઇન્ડિયાએ વિવિધ માપદંડો રજૂ કર્યા છે. વધુમાં કોઇ પણ ટેકા માટે કે દિવસ દરમિયાન જરૂરી સહાય માટે ડાયલ કરવા માટે એસોસિયેટ્સ માટે એક હેલ્પલાઇન નંબર પણ રાખ્યો છે. એસોસિયેટ સ્ટેશનની ૨-૫ કિમીની ત્રિજયામાં પેકેજીસની ડિલીવરી કરશે. કાડી ગુજરાતના રાજધાની શહેર અમદાવાદથી ૫૦ કિલોમીટરના અંતરે આવેલુ છે અને તેની વસ્તી ૮૦,૦૦૦ લોકોની વસ્તી છે.

(4:31 pm IST)