Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

MSP વ્યવસ્થા ચાલુ જ રહેશેઃ ખેડૂતોને ગેર માર્ગે દોરવા અનેક શકિતઓ પાછળ લાગી છે

કૃષિ ક્ષેત્રના ૩ બિલ મામલે વિપક્ષ ખોટુ બોલે છેઃ મોદી

નવી દિલ્હી તા. ૧૮ :.. કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ બીલ અંગે ખેડૂતોના દેખાવો ચાલુ છે. ત્યારે વિરોધ છતાં કેન્દ્ર સરકાર તેમના નિર્ણયથી પીછેહઠ કરવાના મુડમાં નથી. બિહારને અનેક પરિયોજનાઓની ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બીલનો ઉલ્લેખ કર્યો અને કહયું કે કેટલાક દળ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. આ બીલોથી ખેડૂતોને ખુબ જ ફાયદો મળશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહયું કે કાલે વિશ્વકર્મા જયંતીના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર વિધેયક પસાર કરવામાં આવ્યા છે. આ વિધેયકોએ આપણા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુકત કર્યા છે. આ સુધારણાથી ખેડૂતોની તેમની ઉપજ વેચવામાં અને વધુ વિકલ્પ અને વધુ અવસર મળશે. હું દેશના ખેડૂતોને આ વિધેયકો માટે શુભેચ્છા આપું છું.

વિપક્ષને આડે હાથ લઇને નરેન્દ્ર મોદીએ કહયું કે ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચ્ચે તા હોય છે જે ખેડૂતોની કમાણીનો મોટો ભાગ ખાય જાય છે તેને બચાવા માટે આ વિધેયક લાવવા ખૂબ જ જરૂરી છે.

આ વિધેયક ખેડૂતો માટે રક્ષા કવચ બનીને આવ્યા છે. પરંતુ કેટલાક લોકો જે દાયકા સુધી સત્તામાં રહે છે દેશ પર રાજ કર્યુ છે તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહયું કે કેટલા લોકો ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે ચૂંટણીના સમયે ખેડૂતોને લુભાવવા માટે આ મોટી-મોટી વાતો કરતા હતા લેખિતમાં કરતા હતાં. તેમના ઘોષણાપત્રમાં સામેલ કરતા હતા અને ચૂંટણીબાદ ભૂલી જતા હતાં. આજે જયારે તે જ બધુ બીજેપી-એનડીએ સરકાર કરી રહી છે તો તે ભ્રમ ફેલાવી રહ્યા છે.

(3:35 pm IST)