Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

લ્યો બોલો... પોતે જ કોમ્પ્યુટરમાં વાયરસ નાખી ઠીક કરવાના પૈસા લેતા

સીબીઆઇના દિલ્હી સહીત ૧૦ જગ્યાએ દરોડા

નવી દિલ્હી તા. ૧૮: સીબીઆઇએ કોમ્પ્યુટરમાં પોતે જ વાયરસ નાખી સરખું કરવાના નામ ઉપર પૈસા લેતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઇએ આ અંગે ૬ ખાનગી કંપનીઓ વિરૂધ્ધ કેસ નોંધ્યો છે.

આ કંપનીઓ ઉપર આરોપ છે કે તેઓ એન્ટી વાયરસ દેવાના નામે કોમ્પ્યુટરમાં વાયરસ નાખી દેતા હતા. સીબીઆઇએ આ કંપનીઓની દિલ્હી, નોયડા, ગુરૂગ્રામ, ફરીદાબાદ, મૈનપુરી અને જયપુર સ્થિત ૧૦ જગ્યાઓએ દરોડા પાડી તપાસ આદરી છે.

(3:34 pm IST)