Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

શહેરમાં વધુ ૪૧ પોઝિટિવ : કુલ કેસ ૪૮૭૧

ગઇકાલે ૨૦૨ દર્દીઓને કોરોના સામે જંગ જીતતા કુલ ૩૫૨૨ લોકો ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૭૨.૯૧ ટકા થયો

રાજકોટ તા. ૧૯ : સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે.  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૧ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.ગઇ કાલે એક દિ'માં ૨૦૨ દર્દીઓ સાજા થતા કુલ ૩૫૨૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૭૨.૯૧ ટકા થયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૮૭૧  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૩૫૨૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૨.૯૧ ટકા રિકવરી રેટ થયો છે.ગઇકાલે કુલ ૭૮૫૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૭૬ ટકા થયો  હતો. જયારે ૨૦૨ દર્દીઓને સાજા થયા હતા. છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૫૮,૦૯૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૮૭૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૦૫  ટકા થયો છે.

(11:50 pm IST)